Sat,16 November 2024,12:21 pm
Print
header

યુક્રેન પર હુમલાને પગલે ભારતીય શેર બજારમાં મોટો કડાકો, સેન્સેક્સ 2700 અંક તૂટ્યો- Gujarat post

મુંબઇઃ પુતિને યુક્રેન(Ukraine)માં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપતા વૈશ્વિક બજારો ઉપર ગંભીર અસર પડી છે. ભારતીય શેરબજારમાં પ્રારંભિક કડાકો બોલાઇ હયો હતો. સેન્સેક્સ 2700 અને નિફ્ટી 815 અંક ઘટાડા સાથે નજરે પડ્યા હતા,રોકાણકારોને પહેલી જ મીનિટમાં 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતુ, સેન્સેક્સ-લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 247.18 લાખ કરોડ છે જે ગઈકાલે રૂ. 255 લાખ કરોડ હતું.

વૈશ્વિક બજારમાં ઘટાડો 

રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક બજારોમાં ઘટાડો જોવા મળ્યો,અમેરિકાના બજારો વર્ષના નીચલા સ્તરે પહોંચી ગયા છે. ડાઉજોન્સ 464 પોઈન્ટ ઘટીને 1.38 ટકાના ઘટાડા સાથે 33131 પર બંધ રહ્યો હતો. ઈન્ડેક્સ 344 પોઈન્ટના ઘટાડા સાથે 13037 પર બંધ થયો હતો. એટલું જ નહીં, રશિયા અને યુક્રેન વચ્ચેના તણાવને કારણે ક્રૂડ ઓઈલ 98 ડોલરની નજીક પહોંચી ગયું છે. એશિયન માર્કેટની વાત કરીએ તો અહીં પણ વેચાણ જોવા મળી રહ્યુંછે. SGX નિફ્ટી લાલ નિશાન સાથે ખુલે છે અને આ ઈન્ડેક્સ 290 પોઈન્ટનો ઘટાડો દર્શાવે છે.

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ

એએફપી ન્યૂઝ એજન્સીને ટાંકીને અહેવાલ છે કે વ્લાદિમીર પુતિને યુક્રેનમાં લશ્કરી કાર્યવાહીનો આદેશ આપ્યાં બાદ યુદ્ધ શરૂ થઇ ગયું છે, પુતિને યુક્રેનની સેનાને આત્મસમર્પણ કરવા કહ્યું છે, જો કે યુક્રેન પણ રશિયાને જવાબ આપી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch