Sat,05 October 2024,8:49 pm
Print
header

પશ્ચિમ એશિયામાં તણાવને કારણે ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1769 પોઇન્ટ ઘટ્યો, નિફ્ટીમાં પણ નરમાશ

Share Market: ગુરુવારે સ્થાનિક શેરબજારમાં જોરદાર કડોકો થયો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. પશ્ચિમ એશિયામાં તણાવ બાદ રોકાણકારોની સાવચેતીના કારણે બજારમાં આ ઘટાડો આવ્યો છે. ફ્યુચર ટ્રેડિંગના એક્સપાયરી ડે પર સેન્સેક્સ અને નિફ્ટીમાં બે-બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. સેન્સેક્સ 1769 પોઈન્ટ ઘટીને 82,496 પર બંધ થયો હતો.નિફ્ટી પણ 546 પોઈન્ટ અથવા લગભગ 2 ટકા ઘટીને 25250 પર આવી ગયો હતો. બજારમાં રોકાણકારોને લગભગ 11 લાખ કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

પશ્ચિમ એશિયામાં તણાવના કારણે કાચા તેલની કિંમતોમાં વધારો થવાની સંભાવના

BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ. 469.23 લાખ કરોડ થયું છે. આ સપ્તાહની શરૂઆતમાં ઈરાને ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલ છોડ્યાં બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધી રહ્યો છે. જો આ યુદ્ધ ઉગ્ર બનશે તો આ પ્રદેશમાંથી તેલનો પુરવઠો ખોરવાઈ શકે છે. ગુરૂવારે કાચા તેલની કિંમતોમાં વધારો જોવા મળ્યો હતો. તેલના ભાવમાં વધારો ભારત જેવા કોમોડિટી આયાત કરતા દેશો માટે નકારાત્મક છે, કારણ કે ક્રૂડ તેલ દેશના આયાત બિલમાં નોંધપાત્ર યોગદાન આપે છે.

નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ 1.2% નબળો

સેન્સેક્સ શેરની વાત કરીએ તો ઇન્ડેક્સની સ્લાઇડ માટે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેન્ક, ICICI બેન્ક, M&M, L&T અને ભારતી એરટેલના શેર સૌથી વધુ જવાબદાર હતા. જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ જ એવા શેરો હતા જે ઉછાળા સાથે ખુલ્યાં હતા. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતીને કારણે નિફ્ટી ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ પ્રારંભિક વેપારમાં 1.2% કરતા વધુ ઘટ્યો હતો. ઈન્ડેક્સમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ, IOC અને GSPL સૌથી વધુ પાછળ હતા. દરમિયાન, ભારત VIX 8.9% વધીને 13.06 થયો હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch