Sat,16 November 2024,6:30 pm
Print
header

ગુજરાતમાં વધુ એક બોગસ બિલિંગનું કૌભાંડ ઝડપાયું, રૂ.285 કરોડના સ્કેમમાં આ કંપનીઓના નામ આવ્યાં સામે

તમે પણ આ કૌભાંડી બોગસ પેઢીઓના નામ જાણી લો 

અમદાવાદઃ રૂપિયા 285 કરોડનું બોગસ બિલિંગનું કૌભાંડ થઇ ગયું અને જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓને રહી રહીને ખબર પડી, દર વખતની જેમ કૌભાંડીઓએ સરકારની તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવ્યાં પછી હવે SGST વિભાગના અધિકારીઓ જાગ્યા છે અને બોગસ પેઢીઓના કૌભાંડો સામે લાવ્યાં છે. રાજ્યમાં ભાવનગરના 10 સ્થળો, રાજકોટના 12, સુરતના 7 અને અમદાવાદમાં 1 મળીને 30 સ્થળોએ સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓની જુદી જુદી ટીમો ત્રાટકી હતી.

આ દરોડામાં મળી આવેલા ડોક્યુમેન્ટ, ડિજિટલ સામગ્રી અને અન્ય પુરાવાઓ પરથી આ કૌભાંડ 285 કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું છે. આ બોગસ બિલો સ્ક્રેપના બનાવાયા હતા, માત્ર ડોક્યુમેન્ટ પર વેપાર બતાવીને કૌભાંડીઓએ 53 કરોડ રૂપિયાની વેરાશાખા પાસઓન કરી છે. જેમાં હવે બેનિફીશયરી કંપનીઓને શોધીને વેરાશાખા વસૂલ કરવાની કાર્યવાહી કરાશે.

કૌભાંડના મોટા મોટા આંકડાઓ બતાવાય છે પરંતુ તે મુજબ નથી થઇ રહી ટેક્સ ચોરીની રિકવરી 

જો કે અહીં સૌથી મોટો સવાલ એ છે કે અત્યાર સુધી સ્ટેટ જીએસટી કમિશનર ઓફિસે કરોડો રૂપિયાના કૌભાંડો બતાવ્યાં છે પરંતુ તેના ટેક્સની વસૂલાત કેટલી છે તે જાણવું જરૂરી છે,ઘણી વખત સરકારને ખુશ કરવા કૌભાંડો ઉજાગર કરાતા હોય છે પરંતુ ટેક્સની વસૂલાત ના બરાબર હોય છે, બોગસ પેઢીઓને ચલાવી રહેલા આરોપીઓ પણ જીએસટી વિભાગના હાથે આવતા નથી અને આવે છે તો તેઓ થોડા જ સમયમાં જામીન પર છૂટી જાય છે.ત્યારે જો સરકાર આવા કૌભાંડો સામે કોઇ એક્શન પ્લાન નહીં બનાવે તો વર્ષ 2022 માં પણ બોગસ બિલિંગ કૌભાંડનો આંકડો હજારો કરોડ થઇ જશે તે ચોક્કસ છે.જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ચૂનો લાગી રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch