(file photo)
વુહાનઃ ચીનમાં હજુ પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્રણ વર્ષ પહેલા વુહાનથી ફેલાયેલો કોરોના વાયરસ ફરી એકવાર હડકંપ મચાવી રહ્યો છે, શહેરમાં આંશિક લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ચીનના મહત્વના શહેર શાંઘાઈના વહીવટીતંત્રએ તેના યાંગપુ જિલ્લાના તમામ 1.3 મિલિયન લોકોને કોવિડ-19 ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. જેમાં તપાસ રિપોર્ટ ન આવે ત્યાં સુધી લોકોએ પોતાનું ઘર ન છોડવા કહેવામાં આવ્યું છે.
ચીનના વુહાનથી ઉત્તર-પશ્ચિમમાં આવેલા ઘણા શહેરોમાં ફરી એકવાર કોરોનાના કેસ સામે આવ્યાં બાદ લોકડાઉન લગાવવામાં આવ્યું છે. ઝીરો કોવિડ પોલીસીને કારણે અહીં એવા વિસ્તારો પણ સીલ કરી દેવામાં આવ્યા છે, જ્યાં કોરોનાના થોડા કેસ પણ સામે આવી રહ્યાં છે.છેલ્લા 24 કલાકમાં ચીનમાં સતત ત્રીજા દિવસે કોરોનાના 1 હજારથી વધુ નવા કેસ સામે આવ્યાં છે.
આ વર્ષે ગત ઉનાળામાં પણ આવા જ આદેશ આપવામાં આવ્યાં હતા, ત્યારબાદ આખું શહેર બે મહિના સુધી લોકડાઉન હેઠળ રહ્યું હતું. 2.5 કરોડ વસ્તી ધરાવતા આ શહેરના અર્થતંત્રની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. લોકડાઉનમાં શહેરની અંદર ખાદ્ય સંકટ સર્જાયું હતું, લોકો અને અધિકારીઓ વચ્ચે ટકરાવની અનેક ઘટના બની હતી.
કૈચિન મેગેઝિનના અહેવાલ મુજબ, ચીનમાં પ્રતિબંધો ચાલુ રહેવાના સંકેતો દેખાઈ રહ્યાં છે અને શાંઘાઈ હુઆનપુ નદીમાં એક ટાપુ પર કાયમી ક્વોરેન્ટાઇન સેન્ટર બનાવવાની યોજના પર કામ કરી રહ્યું છે. મેગેઝિનના જણાવ્યાં અનુસાર તેમાં 3,009 આઇસોલેશન રૂમ અને 3,250 બેડ હશે અને તેનું નિર્માણ છ મહિનામાં પૂર્ણ થઈ જશે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32
અમેરિકાની ટસ્કેગી યુનિવર્સિટીમાં ફાયરિંગ, એક વ્યક્તિનું મોત, 16 લોકો ઘાયલ | 2024-11-11 10:11:20
કેનેડામાં ખાલિસ્તાની ભારત વિરોધી આતંકવાદી અર્શદીપ ડલ્લાની અટકાયત | 2024-11-10 17:37:50
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37