Sat,21 September 2024,6:10 am
Print
header

અમેરિકાના જેક્સનવિલેના એક સ્ટોરમાં ગોળીબાર, 3 લોકોનાં મોત

અમેરિકાઃ ફલોરિડાના જેક્સનવિલેના એક સ્ટોરમાં ગોળીબાર થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે એક વ્યક્તિ બંદૂક લઈને સ્ટોરમાં આવ્યો હતો અને તેને ત્રણ અશ્વેત લોકોને નિશાન બનાવીને ગોળી મારી હતી. ત્રણેય લોકોનાં મોત થયા હતા. તે વંશીય હુમલો હતો. ત્રણ લોકોને ગોળી માર્યા બાદ હુમલાખોરે પોતાને પણ ગોળી મારી દીધી હતી.

એક માસ્ક પહેરેલા ગોરા વ્યક્તિએ શનિવારે ફલોરિડાના જેક્સનવિલેના ડૉલર જનરલ સ્ટોરની અંદર ત્રણ અશ્વેત લોકોને જીવલેણ ગોળી મારી હતી, શૂટરે જાતિવાદી લખાણો પણ પોસ્ટ કર્યાં હતા. આ હુમલામાં બે પુરૂષો અને એક મહિલાના મોત થયા હતા.

પોલીસે આ વ્યક્તિએ પોસ્ટ કરલા લખાણોની સમીક્ષા કર્યાં પછી કહ્યું કે આ માણસ અશ્વેત લોકોને નફરત કરતો હતો. જે હુમલાના થોડા સમય પહેલા પોલીસે એક મીડિયા આઉટલેટને મોકલ્યાં હતા બંદૂકધારીએ એકલા હાથે આ કામ કર્યું હતું અને શૂટર કોઈ મોટા જૂથનો ભાગ હોવાના કોઈ પુરાવા નથી.

શૂટરે ગ્લોક હેન્ડગન અને AR-15 સેમી-ઓટોમેટિક રાઇફલનો ઉપયોગ કર્યો હતો. શૂટર એકવાર 2016ની ઘરેલુ હિંસાની ઘટનામાં સામેલ હતો. પોલીસે મૃતકો અને શૂટરનાં નામ જાહેર કર્યાં નથી. બંદૂકધારીએ તેના લખાણોમાં પુરાવાના આધારે પોલીસ તપાસ કરી રહી છે. જેક્સનવિલેમાં વિડીયો ગેમ ટુર્નામેન્ટ દરમિયાન બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. આ ગોળીબાર બપોરે 2 વાગ્યા પહેલા થયો હતો.

અમેરિકાના બોસ્ટનમાં શનિવારે સવારે બોસ્ટન પરેડ દરમિયાન ફાયરિંગ થયું હતું. આ દરમિયાન 7 લોકો ઘાયલ થયા હતા. ગોળીબારને કારણે પરેડ રોકવી પડી હતી. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના બાદ બે શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી હથિયારો પણ મળી આવ્યાં છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch