Fri,15 November 2024,2:08 pm
Print
header

જમ્મુ-કાશ્મીરના સિધરા વિસ્તારમાં એન્કાઉન્ટર, સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને કર્યા ઠાર- Gujarat Post

શ્રીનગરઃ જમ્મુ- કાશ્મીરના સિધરામાં સુરક્ષા દળોની આતંકવાદીઓ સાથે અથડામણ થઈ રહી છે. જેમાં ત્રણ આતંકવાદીઓને ઘેરીને ઠાર કરવામાં આવ્યાં છે.સિધરા વિસ્તારમાંથી આતંકવાદીઓની હલચલની માહિતી મળી હતી. આ પછી સુરક્ષાદળોની ટીમે એક ટીમ બનાવીને ઘેરાબંધી કરી હતી. આતંકવાદીઓ ટ્રકમાં નગરોટા જઈ રહ્યા હતા ત્યારે સિધરા પુલ પાસે સુરક્ષા દળોએ તેમને અટકાવ્યાં હતા, ત્યારે જ સામસામે ફાયરિંંગ થયું હતુ. 

આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું તો તેમને સેના પર ફાયરિંગ શરૂ કરી દીધું હતુ. આ પછી સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો. બંને પક્ષો તરફથી થયેલા ગોળીબારમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યાં છે. આતંકી સાથે સેનાની અથડામણને કારણે સિધરા માર્ગ પર વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.થોડા દિવસો પહેલા પણ આ જ વિસ્તારમાં ગ્રેનેડ હુમલો થયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch