Sat,16 November 2024,1:05 am
Print
header

સિદ્ધુ મૂસેવાલાના 2 હત્યારાઓને પંજાબ પોલીસે કર્યાં ઠાર, કલાકો સુધી ચાલ્યું એન્કાઉન્ટર- Gujarat Post

હત્યામાં સામેલ 2 શાર્પશૂટરને ઠાર કર્યા, અથડામણ હજુ ચાલુ

પંજાબઃ સિંગર મૂસેવાલા હત્યા કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબ પોલીસે મૂસેવાલા મર્ડર કેસમાં સામેલ 2 હત્યારાઓને ઠાર કરી દીધા છે. બે શાર્પશૂટર જગરૂપ રૂપા અને મનપ્રીત મન્નુને પોલીસે ઠાર કરી દીધા છે.  એન્કાઉન્ટરમાં 3 પોલીસકર્મી પણ ઘાયલ થયા છે. પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સના ADGP પ્રમોદ બાને કહ્યું કે અમે કેટલાક દિવસોથી સિદ્ધૂ મૂસેવાલા હત્યાના આરોપીઓનો પીછો કરી રહ્યાં હતા. અમારી ટાસ્ક ફોર્સે આ વિસ્તારમાં કેટલીક મૂવમેન્ટ જોઈ હતી. ગુપ્ત માહિતી બાદ એન્કાઉન્ટરમાં હત્યામાં સંડોવાયેલા ગેંગસ્ટર્સ જગરુપ સિંહ રુપા અને મનપ્રીત સિંહને ઠાર કરી દેવામાં આવ્યાં છે.

આ ગેંગસ્ટર્સ પાકિસ્તાન ભાગવાની ફિરાકમાં હતા. તેથી બોર્ડર પાસે રોકાયા હતા. SHO સુખબીર સિંહે કહ્યું કે હજુ અથડામણ ચાલી રહી છે. એન્કાઉન્ટર અમૃતસરમાં અટારી બોર્ડર પાસે હથિયારનગરમાં ચાલી રહ્યું છે. પંજાબ પોલીસના જવાનોને બોલાવીને શાર્પશૂટર્સને ઘેરી લેવામાં આવ્યાં છે. આ વિસ્તાર ભારત-પાકિસ્તાન સીમાથી 10 કિમી જ દૂર છે. શાર્પશૂટર એક રૂમમાં છુપાઈને પોલીસ પર ફાયરિંગ કરી રહ્યાં છે.

પંજાબ પોલીસની એન્ટી ગેંગસ્ટર ટાસ્કફોર્સ, સ્પેશિયલ ઓપરેશન સેલ, ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કંટ્રોલ યુનિટ સિવાય અમૃતસર પોલીસની ટીમે પણ તેમને ઘેરી લીધા છે. પહેલા સરન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેમણે પોલીસ પર ફાયરિંગ શરૂ કર્યું હતુ. મૂસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલાં હથિયાર આરોપીઓ પાસે જ હતા તેમની પાસેથી એકે-47 સહિતના હથિયારો જપ્ત કરાયા છે.  

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch