પંજાબઃ સિંગર સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં ફરી ચોંકાવનારો ખુલાસો થયો છે. પંજાબી સિંગરની હત્યા બાદ હત્યારાઓએ ઉજવણી કરી હતી. મૂસેવાલાના ગામમાં શોકનો માહોલ હતો, ત્યારે હત્યારાઓ મોતનો જશ્ન મનાવી રહ્યાં હતા. મૂસેવાલાની હત્યા બાદ શૂટરોએ ગુજરાતના મુદ્રામાં દરિયા કિનારે મોતનો જશ્ન મનાવ્યો હતો. દરમિયાન શૂટરોએ અહીં ફોટોશૂટ પણ કરાવ્યું હતું. હાલ શૂટરના ફોટો સેશનની એક તસવીર સામે આવી છે.
સિદ્ધુ મૂસેવાલાના હત્યારાઓએ હત્યા બાદ મુદ્રા પોર્ટ પર પાર્ટી કરી હતી. તે પહેલાં કારમાં ડાન્સ કરતો વીડિયો વાયરલ થયો હતો. એટલું જ નહીં, આરોપીઓએ લાંબો સમય રહેવા મુદ્રાના બારોઈ પાસેના ખારીમીઠી વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું. મુદ્રા અને માંડવી તાલુકામાંથી હત્યારાઓ ઝડપાયા હતા. પંજાબી ગાયક મૂસેવાલાની હત્યાકાંડમાં સામેલ 5 શાર્પશૂટરોએ ઘટનાને અંજામ આપી પાર્ટી કરી હતી.
સિદ્ધુ મુસેવાલાની હત્યા બાદ તમામ શૂટર્સ સીધા જ મુદ્રા પોર્ટ પર ગયા હતા, જ્યાં બધાએ મિશન પૂર્ણ થવાની ઉજવણી કરી હતી. એટલું જ નહીં આરોપીઓએ દરિયા કિનારે ફોટો સેશન પણ કરાવ્યું હતું. પોલીસ દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાનમાં તેમની શોધમાં સતત દરોડા પાડી રહી હતી.
તમને જણાવી દઈએ કે આ ફોટોમાં અંકિત, દીપક મુંડી (ફરાર), સચિન, પ્રિયવ્રતા ફૌજી, કપિલ પંડિત, કશિશ ઉર્ફે કુલદીપ લાલ હાજર છે. જેમાં કપિલ પંડિત અને સચિને શૂટરોને પંજાબમાંથી ભાગી જવા અને હત્યા બાદ છુપાઈ જવા મદદ કરી હતી. 29 મે 2022ની સાંજે પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની માનસા જિલ્લામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
Breaking News: PM મોદીના વિમાનમાં સર્જાઇ ખામી, દેવઘર એરપોર્ટ પર ઇમરજન્સી લેંન્ડિગ | 2024-11-15 16:05:39
પોરબંદરના દરિયામાંથી NCB અને ATSએ 700 કિલો ડ્રગ્સ સાથે આરોપીઓને ઝડપી લીધા | 2024-11-15 14:26:54
ઝારખંડમાં પ્રથમ તબક્કાના 43 બેઠકો પર સવારે 10 વાગ્યા સુધીમાં સરેરાશ 15 ટકા મતદાન, ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર | 2024-11-13 11:21:08
ED એ પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં 17 જગ્યાએ પાડ્યાં દરોડા- Gujarat Post | 2024-11-12 15:05:37
ઓસ્ટ્રેલિયા પ્રવાસે જતાં પહેલા ગૌતમ ગંભીરે મીડિયાને કર્યું સંબોધન, કોહલી-રોહિતના ફોર્મને લઈને કહી આ વાત | 2024-11-11 10:16:39
Accident: લખનઉ એક્સપ્રેસ-વે પર ઉભેલા ટ્રરમાં ઘૂસી ગઈ ટુરિસ્ટ બસ, 5 લોકોનાં મોત- Gujarat Post | 2024-11-09 10:49:15
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40
ખ્યાતિકાંડ બાદ બોરીસણાના લોકો વિરોધ પ્રદર્શન કરવા ઇવે પર ઉમટી પડ્યાં, હાય હાયના લાગ્યાં નારા | 2024-11-14 17:32:36
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
અયોધ્યામાં રામ મંદિરને ઉડાવી દઇશું... ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી | 2024-11-12 08:51:32