Sat,23 November 2024,6:51 am
Print
header

ગુજરાતમાં ઉગ્ર બની રહ્યો છે સ્માર્ટ મીટરનો વિરોધ, ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કરી આ માંગ- Gujarat Post

રાજ્યના ઘણા શહેરોમાં સ્માર્ટ મીટરનો થઈ રહ્યો છે વિરોધ

સરકારી કચેરીઓમાં લગાવાશે સ્માર્ટ મીટર

અમદાવાદઃ ગુજરાતમાં પ્રાયોગિક ધોરણે કેટલાક શહેરોમાં સ્માર્ટ વીજ મીટર (smart electric meter) લગાડવાની શરૂઆત થઈ છે.જો કે તમામ જગ્યાથી વિરોધ થતાં હાલ પ્રોજેકટના અમલીકરણ (project implementation) પર રોક લગાવી દેવામાં આવી છે. સ્માર્ટ મીટરને લઈ ગ્રાહકોમાં વિરોધ વચ્ચે બાયડના અપક્ષ ધારાસભ્ય (Bayad MLA) ધવલસિંહ ઝાલાએ (Dhavalsinh Zala) મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં ધારાસભ્ય દ્વારા સ્માર્ટ મીટરનો ટેસ્ટિગનો સમય વધારવા માંગ કરી હતી.

પત્રમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા રાજ્યમાં જનહિત અને પ્રજાલક્ષી કાર્ય કરવામાં આવે છે, જે અંતર્ગત સરકાર દ્વારા સમય બચાવવા તથા વીજળીની ચોરી અટકાવવા સ્માર્ટ મીટર લગાવવાનું અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે. જેમાં કેટલાક લોકોનું 2 હજાર રૂપિયાનું રિચાર્જ થોડા જ દિવસમાં પુરું થઇ જાય છે, લોકો ગરમીમાં હેરાન થઇ રહ્યાં છે.

GEB દ્વારા ફ્લેટોમાં અને અન્ય જગ્યા ઉપર 3 દિવસના ટ્રાયલ માટે બંને મીટર ચાલુ રાખવામાં આવે છે જેનો ટ્રાયલ પિરિયડ ઓછો હોવાના કારણે પ્રજાજનોને તેનો ખ્યાલ આવતો નથી તો તેમને શંકાઓ ઊભી થાય છે, જેથી જાગૃતિ લાવવા આ ટ્રાયલ પિરિયડ 3 દિવસને બદલે 60 દિવસ એટલે કે 2 મહિના કરવામાં આવે તો રહીશો બંને મીટર એટલે કે જૂનું અને નવું મીટરના બંનેના રીડિંગ ચેક કરી શકે અને તેમની શંકાનું સમાધાન થાય,

સ્માર્ટ મીટર યોજના અંતર્ગત ટેસ્ટિંગ (ટ્રાયલ) નો સમય લંબાવવા બાબત@CMOGuj @KanuDesai180 pic.twitter.com/nmdRzKu05Q

સ્માર્ટ મીટરના થઈ રહેલા વિરોધ બાદ સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવા કવાયત હાથ ધરાઈ છે. રહેણાંક વિસ્તારમાં વિરોધ બાદ ગેરસમજ દૂર કરવા પ્રયાસ હાથ ધરાયો છે. સામાન્ય જનતાની ગેર સમજ દૂર કરવા સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch