Sat,21 September 2024,5:57 am
Print
header

મહિલા વિરોધી કૃત્યનો આક્ષેપ, સ્મૃતિ ઇરાનીએ કહ્યું રાહુલે સંસદમાં મહિલા સાંસદો તરફ કરી ફ્લાઇંગ કિસ !

નવી દિલ્હીઃ આજે સંસદમાં રાહુલ ગાંધી અને સ્મૃતિ ઇરાની વચ્ચે જોરદાર શાબ્દીક યુદ્ધ જોવા મળ્યું, રાહુલે અદાણી મુદ્દે PM મોદીની ઝાટકણી કાઢી અને સાથે જ મણિપુર હિંસા મુદ્દે કહ્યું કે આ સરકારે ભારત માતાની હત્યા કરી છે, સામે મંત્રી સ્મૃતિ ઇરાણીએ અદાણી અને કોંગ્રેસના જૂના સંબંધો સૌની સામે ઉજાગર કર્યાં, સાથે જ રાહુલ ગાંધી અમેરિકામાં જઇને ભારત વિરોધીઓને મળ્યાં હોવાના આરોપ લગાવ્યાં.

રાહુલે દમદાર ભાષણ કર્યું તો સામે સ્મૃતિએ કહ્યું કે જ્યાં મહિલા સાંસદો બેઠી હતી તે દિશામાં રાહુલે ફ્લાઇંગ કિસ કરી હતી. આ મહિલાઓનું અપમાન છે. હું સ્ત્રી છું અને રાહુલના આ કૃત્યનો વિરોધ કરું છું. રાહુલે મહિલાઓની વિરુદ્ધમાં આ કામ કર્યું છે. આ એક એવા પરિવારના લક્ષણો છે, જેને દેશને બરબાદ કર્યો છે.

આ મામલે ભાજપ મહિલા સાંસદોએ લોકસભા સ્પીકરને ફરિયાદ કરીને રાહુલ સામે કાર્યવાહીની માંગ કરી છે, કોંગ્રેસે આ આક્ષેપો ફગાવીને આ ભાજપની નિમ્ન કક્ષાની રાજનીતિ  ગણાવી છે.આમ સંસદમાં આજનો દિવસ તોફાની રહ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch