Mon,18 November 2024,12:01 am
Print
header

સોનુ સૂદે સરકારને કરી અપીલ, કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોને મળે મફત શિક્ષણ

મુંબઈ: દેશભરમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે ઘણા લોકો આ મુશ્કેલ સમયમાં દર્દીઓની મદદ કરવામાં વ્યસ્ત છે. અભિનેતા સોનુ સૂદ લોકોને બેડ અપાવાથી લઈને તેમના ખાવા સુધીની વ્યવસ્થા કરી રહ્યાં છે. હવે સોનુ સૂદે સરકારને એવા બાળકોની મદદ કરવાની અપીલ કરી છે કે જેને આ રોગચાળામાં તેમના માતા-પિતાને ગુમાવી દીધા છે.

સોનુ સૂદે કહ્યું, ઘણા લોકો તેમના નજીકના લોકો ગુમાવી ચૂક્યાં છે અને એવા ઘણા કિસ્સાઓ છે કે જ્યાં 10 કે 12 વર્ષના બાળકોએ તેમના માતાપિતા ગુમાવ્યાં છે અને તેમનું ભાવિ આપણા સમાજની સૌથી મોટી ચિંતા છે. સોનુએ એવા લોકોને મદદની વિનંતી પણ કરી છે જે આ બાળકોની મદદ કરવા માટે સક્ષમ છે. આ સાથે અભિનેતાએ રાજ્ય અને કેન્દ્ર સરકારને આવા બાળકોનું શિક્ષણ મફત બનાવવા જણાવ્યું છે.

સોનુ સૂદે કહ્યું 'હું કેન્દ્ર અને રાજ્ય સરકારને વિનંતી કરું છું કે આવા બાળકો માટે તેઓ જ્યાં પણ ભણવા ઇચ્છે, તેઓને મફતમાં લાભ મળવો જોઈએ. બધા બાળકો જેમના માતા-પિતાને કોવિડ -19 એ તેમનાથી છીનવી લીધા છે આવા બાળકોનું શાળા-કોલેજ સુધીનું શિક્ષણ, ભલે તેઓ ખાનગી સંસ્થાઓમાં ભણવા માંગતા હોય, એકદમ મફત હોવું જોઈએ.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch