Fri,15 November 2024,6:10 pm
Print
header

દક્ષિણ કોરિયાઃ હૈલોવીનમાં ભાગદોડથી 150થી વધુ લોકોનાં મોત- Gujarat Post

સિયોલઃ દક્ષિણ કોરિયાની રાજધાની સિયોલમાં હૈલોવીન દરમિયાન મચેલી ભાગદોડમાં 151 લોકોનાં મોત થયા છે. સિયાલોની નાઇટલાઇફ વિસ્તારની સાંકડી ગલીઓમાંથી મૃતહેદો બહાર કાઢવામાં આવી રહ્યાં છે. મૃતકો પૈકી મોટાભાગનાની ઉંમર 20 વર્ષની આસપાસ છે. વિશ્વ ભરના દેશોએ આ દુર્ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.

હેમિલ્ટન હોટેલ પાસે ઇટાવોનની સાંકડી ગલીમાં હજારો લોકો હાજર હતા. કોરોના પ્રતિબંધો હટાવ્યાં બાદ પ્રથમ હેલોવીન ઈવેન્ટ સિઓલમાં યોજાઈ હતી. સ્થાનિક મીડિયા અનુસાર, રાત્રે લગભગ 10:22 વાગ્યે પહેલી ઈમરજન્સીની માહિતી મળી હતી. આ પછી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભીડને કારણે મેડિકલ ટીમને પહોંચવામાં સમય લાગ્યો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે માત્ર ચાર મીટરની સ્ટ્રીટમાં લગભગ એક લાખ લોકો હાજર હતા. તે જ સમયે, ઇટાઓન સબવે સ્ટેશન અને હોટલથી મોટી ભીડ ઘટના સ્થળે પહોંચી રહી હતી. કોરિયન મીડિયા અનુસાર, એક સેલિબ્રિટી સાંકડી શેરીમાં હાજર હતો. જેને જોવા મોટી ભીડ ઉમટી હતી. સિઓલ મેટ્રોપોલિટન એડમિનિસ્ટ્રેશને લોકોને તેમના ઘરે પાછા ફરવા વિનંતી કરી છે. દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યુન સુક યેઓલે ઘાયલોની ઝડપી સારવાર કરવા સૂચના આપી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch