Sun,22 September 2024,3:53 pm
Print
header

IND vs BAN: ભારતે પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું, સીરિઝમાં 1-0ની લીડ- Gujarat Post

(Photo: BCCI)

IND vs BAN, 1st Test Highlights: ચેપોકમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતુ. બાંગ્લાદેશની ટીમ ચોથા દિવસે તેના બીજા દાવમાં 234 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારતે 515 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અશ્વિને છ અને જાડેજાએ ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ બે મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે.

મેચમાં ટોસ જીતીને બાંગ્લાદેશે ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ભારતે પ્રથમ ઈનિંગમાં અશ્વિનના 113 રન અને જાડેજાના 86 રનની મદદથી 376 રન બનાવ્યા હતા. જેના જવાબમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ ઈનિંગમાં 149 રનમાં ખખડી ગઈ હતી. ભારત તરફથી પ્રથમ ઈનિંગમાં બુમરાહે 4 વિકેટ તથા સિરાજ, અક્ષદીપ અને જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી.

ભારતે બીજી ઈનિંગ 4 વિકેટના નુકસાન પર 287 રન બનાવી ડિકલેર કરી હતી. શુભમન ગિલ 119 રન અને કેએલ રાહુલ 22 રન બનાવી નોટ આઉટ રહ્યાં હતા. પંતે પણ 109 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. બાંગ્લાદેશ તરફથી મહેંદી હસન મિરાજે 2 વિકેટ લીધી હતી. 515 રનના લક્ષ્યાંકને હાંસલ કરવા મેદાને ઉતરેલી બાંગ્લાદેશની ટીમ બીજી ઈનિંગમાં 234 રનમાં ઓલઆઉટ થતાં ભારતનો 280 રનથી વિજય થયો હતો. બાંગ્લાદેશના કેપ્ટન શાન્ટોએ સર્વાધિક  82 રન બનાવ્યા હતા. ભારત તરફથી બીજી ઈનિંગમાં અશ્વિને 88 રનમાં 6 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 58 રનમાં 3 વિકેટ ઝડપી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Watch

Watch