Thu,14 November 2024,12:48 pm
Print
header

વિદેશ મંત્રાલયમાં જાસૂસીકાંડ, દેશની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો એક કર્મચારી- Gujarat Post

નવી દિલ્હીઃ ગાઝિયાબાદ પોલીસે વિદેશ મંત્રાલયમાં તૈનાત આઉટસોર્સિંગ કર્મચારી નવીન પાલની જાસૂસીના આરોપસર ધરપકડ કરી છે. તેના પર G-20 ઈવેન્ટ સંબંધિત દસ્તાવેજો મહિલા મિત્રને મોકલવાનો આરોપ છે. એવી આશંકા છે કે આ મહિલા પાકિસ્તાનની ISI સાથે સંકળાયેલી હોઈ શકે છે. હાલમાં સુરક્ષા અને તપાસ એજન્સીઓ આરોપીઓની પૂછપરછ કરી રહી છે.

ક્રોસિંગ રિપબ્લિક પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર પ્રહલાદસિંહે નવીન વિરુદ્ધ ગવર્નમેન્ટ સિક્રેટ એક્ટ 1923ની કલમ 3, 5, 9 અને IT એક્ટની 66F હેઠળ કેસ દાખલ કર્યો છે. આ પછી પોલીસે સોમવારે સાંજે 4 વાગ્યે શનિ મંદિર નજીકથી તેની ધરપકડ કરી હતી. નવીન ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારના ભીમનગરનો રહેવાસી છે. તે 12મું પાસ છે. નવીન વિદેશ મંત્રાલયમાં MTS તરીકે કામ કરે છે.

પોલીસે જણાવ્યું કે નવીન પાસેથી એક એપલ મોબાઈલ મળી આવ્યો છે. મોબાઈલના ફોટો બેકઅપ સેક્શનમાં વિદેશ મંત્રાલય અને G-20 સંબંધિત દસ્તાવેજો મળી આવ્યાં છે. આ તમામ દસ્તાવેજો પર 'સિક્રેટ' લખેલું હતું. આ સિવાય કેટલાક દસ્તાવેજોના સ્ક્રીનશોટ પણ લેવામાં આવ્યાં હતા. તેણે આ તમામ ફોટા વોટ્સએપ પર 'અંજલિ કલકત્તા'ના નામથી ફીડ મોબાઈલ નંબર સાથે મોકલ્યાં હતા.

નવીને પોલીસને જણાવ્યું છે કે તેણે સોશિયલ મીડિયા પર અંજલી નામની યુવતી સાથે મિત્રતા કરી હતી. આ પછી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ. પછી નંબરોની આપ-લે થઈ. તેણી પોતાને કલકત્તાની રહેવાસી ગણાવે છે. પોલીસે જણાવ્યું કે, નવીનના બેંક ખાતાની હિસ્ટ્રી ચેક કરવામાં આવી હતી. તેમાં કેટલાક શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યાં છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે નવીનને ગોપનીય દસ્તાવેજો મોકલવાના બદલામાં પૈસા મળતા હતા. આ અંગે મોટો ખુલાસો થાય તેવી શક્યતા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch