Mon,18 November 2024,10:07 am
Print
header

શાળાઓ શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર, રાજ્યમાં ધોરણ 6થી 8નાં વર્ગો આ તારીખથી થશે શરૂ

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ધોરણ-6 થી 8નાં વર્ગો શરૂ કરવાને લઈને મોટો નિર્ણય લેવાયો છે. આગામી 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8 ના વર્ગો ફરીથી શરૂ કરવામાં આવશે.

પ્રાથમિક શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓના  હિતમાં રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્યની શાળાઓમાં 18 ફેબ્રુઆરીથી ધોરણ 6 થી 8 ના વર્ગો પુનઃ શરૂ કરાશે. શિક્ષણ વિભાગે આ અંગે બહાર પાડેલા ઠરાવમાં જણાવ્યાં અનુસાર રાજ્યમાં પ્રાથમિક શાળાઓના ધોરણ 6 થી 8 માટે વર્ગખંડ શિક્ષણ પુનઃ શરૂ કરવાનું રહેશે. શિક્ષણ સચિવ વિનોદ રાવે આ ઠરાવના સંદર્ભમાં વધુ વિગતો આપતા જણાવ્યું કે રાજ્યમાં આવેલા તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓ એટલે કે ધોરણ 6 થી 8ના વર્ગોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવા સાથે આવી શાળાઓએ કોરોના સંક્રમણ નિયંત્રણ માટેની ભારત સરકારની ગાઇડ લાઇન્સ તેમજ રાજ્યના શિક્ષણ વિભાગની તારીખ 8મી જાન્યુઆરી-2021ના જારી કરવામાં આવેલી માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું છે.

જિલ્લા શિક્ષણાધિકારીઓ તેમજ પ્રાથમિક શિક્ષણાધિકારીઓને શાળાઓ SOPનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે તેમ પણ શિક્ષણ સચિવે જણાવ્યું હતું. વિદ્યાર્થીઓના લાંબા ગાળાના શૈક્ષણિક હિતને ધ્યાનમાં રાખીને પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6 થી 8ના વર્ગખંડો શરૂ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

શિક્ષણ સચિવે સ્પષ્ટપણે જણાવ્યું કે આ ઓફલાઈન પ્રત્યક્ષ શિક્ષણ કાર્યમાં હાજરી સ્વૈચ્છિક રહેશે તેમજ વાલીઓ પાસેથી શિક્ષણ સંસ્થાઓએ નિયત સંમતિપત્ર મેળવવાનો રહેશે. જે વિદ્યાર્થીઓ વર્ગખંડમાં શિક્ષણમાં ન જોડાય તેમના માટે ઓનલાઇન ક્લાસીસની વ્યવસ્થા સંબંધિત સંસ્થા-શાળાઓએ ચાલુ રાખવાની રહેશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch