Sun,08 September 2024,6:44 am
Print
header

SGST નું બોગસ બિલિંગ સામે નવું હથિયાર, નાણામંત્રી કનુભાઇ દેસાઇએ નવી એપ્લિકેશન કરી લોન્ચ

ફેશ ઓથેન્ટિકેશન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી

આ એપ્લિકેશન લોન્ચ કરનારું દેશમાં પ્રથમ રાજ્ય બન્યું ગુજરાત

બોગસ બિલિંગને રોકવા સરકારનું નવું પગલું

અમદાવાદઃ રાજ્યમાં બોગસ બિલિંગ કૌભાંડનો રાફડો ફાટ્યો છે, ભાવનગર, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં કૌભાંડીઓ બોગસ કંપનીઓ ઉભી કરીને સરકારી તિજોરીમાંથી નાણાં લૂંટી રહ્યાં છે, જેની સામે રાજ્ય સરકાર અને સ્ટેટ જીએસટી વિભાગ સક્રિય બન્યું છે. થોડા જ મહિનાઓમાં  80 જેટલા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. હવે બોગસ બિલિંગને રોકવા માટે નવી એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.

ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતીમાં રાજ્ય કર ભવનમાં આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેમાં નવા જીએસટી નંબરો આપવામાં હવે અનેક વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવશે. અરજદારોને પાસપોર્ટ સેવા કેન્દ્રની જેમ GST સેવા કેન્દ્ર ખાતે રૂબરૂ બોલાવવામાં આવશે, તેમની ખરાઇ કરવામાં આવશે, તેઓના ધંધાના ડોક્યુમેન્ટની પુરી ચકાસણી કરવામાં આવશે.ત્યાર બાદ જીએસટી નંબરની ફાળવણી જે તે અધિકારી દ્વારા કરવામાં આવશે. જે માટે આ નવી એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં આવશે.

અત્યાર સુધી બોયોમેટ્રીક સિસ્ટમથી નંબરોની ફાળવણી થતી હતી, હવે ફેસ ઓથેન્ટિકેશન સિસ્ટમથી જીએસટી નંબર ફાળવવામાં આવશે. આ મામલે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે ગુજરાતમાં 12 સ્થળોએ જીએસટી સેવા કેન્દ્રો શરૂ કરાયા છે. જેમાં 6692 જેટલા ખોટા અરજદારોએ પકડાઇ જવાના ડરથી નંબર લેવાનું ટાળ્યું હતુ અને હવે વિભાગ બોગસ બિલિંગ રોકવા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. કૌભાંડો અટકાવવામાં હવે જીએસટી વિભાગ સક્રિય છે. બોગસ બિલોનું કૌભાંડ અટકાવવા સરકાર અને સ્ટેટ જીએસટી વિભાગ કટિબદ્ધ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch