Mon,18 November 2024,11:11 am
Print
header

શિક્ષણમંત્રીની જાહેરાત, રાજ્યમાં 1 ફેબ્રુઆરીથી ધોરણ- 9 અને 11ના વર્ગો શરૂ થશે

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એક  ફેબ્રુઆરીથી ધોરણ-9 અને ધોરણ-11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય શરૂ કરવાની  જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકાર પરીષદમાં જણાવ્યું કે, કેબિનેટની બેઠકમાં ધોરણ 9 અને 11નું સ્કૂલોમાં શિક્ષણ કાર્ય 1 ફેબ્રુઆરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

અગાઉ ધોરણ- 10 અને 12 નું શૈક્ષણિક કાર્ય હાથ ધર્યા પછી હવે ધો. 9 અને 11માં પણ કલાસરૂમમાં શૈક્ષણિક કાર્યને મંજૂરી આપી દેવામાં આવી છે. કોરોના મહામારીને કારણે ઓફલાઇનને બદલે ઓનલાઇન શૈક્ષણિક કાર્ય કરાવ્યાં પછી ઓફલાઇન શૈક્ષણિક કાર્યં હાથ ધરવું સરકાર માટે પડકારજનક છે. કોરોનાના ડરને કારણે ઓછી હાજરીનો પ્રશ્ન છે, તેવા સંજોગોમાં રાજય સરકાર હવે ધોરણ 9 અને 11ના વર્ગો શરૂ કરવા મંજૂરી આપી છે.

શિક્ષણ મંત્રીએ કહ્યું  કે ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે જે એસઓપી લાગુ કરવામાં આવી હતી તે જ ધોરણ-9 અને ધોરણ-11ના વિદ્યાર્થીઓને લાગુ પડશે. ધોરણ 9થી ધોરણ 12ના ટ્યુશન ક્લાસ ચાલુ કરી શકાશે. ટ્યુશન સંચાલકોએ પણ કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. આ ચાર ધોરણ સિવાય અન્ય ધોરણ માટે ટ્યુશન શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch