Mon,18 November 2024,8:17 am
Print
header

મુજે દુઆઓ મેં યાદ કરના, ક્યાં પતા જન્નત મિલે ન મિલે.. દર્દનાક વીડિયો પોસ્ટ કરીને સાબરમતીમાં ઝંપલાવ્યું

પતિ સાથે અણબનાવને પગલે મહિલા કંટાળી ગઇ હતી, પતિને પણ વીડિયો પોસ્ટ કર્યો, સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે નોંધ્યો ગુનો 

અમદાવાદઃ શહેરના વટવામાં આવેલા અલમીના પાર્કમાં રહેતી આઇશા ઉર્ફે સોનુ મકરાણી નામની યુવતીએ ગઇકાલે  સાબરમતી (Sabarmati Riverfront)નદીમાં ઝંપલાવીને પોતાના જીવનનનો અંત આણ્યો હતો.તેના પતિ સાથે ચાલતા અણબનાવને પગલે આ પગલુ ભર્યું હોવાનું બહાર આવ્યુ છે.  દુનિયાને અલવિદા કરતા પહેલા યુવતીએ તેના પતિને ફોન કરીને આત્મહત્યાની જાણ હતી પાણીમાં ઝંપલાવતા પહેલા તેણે એક વીડિયો બનાવ્યો હતો અને જે તેના પિતા અને પતિને પોસ્ટ કર્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોને આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં  યુવતીના પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો (abatmenmt of suicide) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વીડિયોમાં કહ્યું હતુ કે  "હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન..ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું...ઇસમે કિસીકા દબાવ નહીં હે અબ બસ ક્યા કહે ? એ સમજ લિજીયે કે ખુદાકિ ઝીંદગી ઇતની હોતી હે...ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે. 'ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો આઇશા લડાઈઓ કે લીયે નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે ? એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબ્બત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે, યે પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે.ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે.. ચલો અલવિદા. આ પહેલા પણ એકવાર આઇશા આત્મહત્યા કરવા માટે રીવરફ્રન્ટ પહોંચી હતી જ્યાં તેની માતાએ સમજાવતા તે પરત આવી ગઇ હતી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch