Tue,17 September 2024,12:46 am
Print
header

મેં મારી પત્નીની હત્યા કરી નાખી....સુરતમાં પત્નીને મોતને ઘાટ ઉતારીને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન- Gujarat Post

Surat Crime News: રોજી રોટી રળવા મોટી સંખ્યામાં પરપ્રાંતીયો આવીને સુરતમાં વસ્યાં છે. જેના કારણે હવે સુરતમાં પણ યુપી, બિહારમાં બનતી હોય તેવી ઘટનાઓ જેવા સમાચાર સામે આવી રહ્યાં છે. સુરતમાં પત્નીને મોતને ઘાટ ઉતારીને પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેણે કરેલી વાત સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

ઉધના બીઆરસી પાસે સુરત ટેક્ષટાઈલ બુર્સમાં પતરાના શેડમાં મજૂરીકામ કરતા મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા પતિએ 30 વર્ષીય પત્નીને છાતી અને પીઠમાં તિક્ષ્ણ હથિયારના છ ઘા ઝીંકી દીધા હતા. બાદમાં ઉધના પોલીસ સ્ટેશન પહોંચીને કહ્યું હતું કે મેં મારી પત્નીની હત્યા કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

મધ્યપ્રદેશના જાંબુઆનો વતની અને સુરતમાં ઉધના લક્ષ્મીનારાયણ નગર ખાતે પત્ની ( ઉ.વ.30 ) અને બે દીકરીઓ સાથે રહેતો અલ્કુ ભુરીયા શનિવારે સુરત ટેક્ષટાઈલ બુર્સમાં પતરાના શેડમાં મજૂરીકામ કરતો હતો ત્યારે પત્ની સાથે ઝઘડો થયો હતો. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા, ઉશ્કેરાયેલા અલ્કુએ પત્ની કાળીની છાતીમાં અને પીઠમાં તિક્ષ્ણ હથિયારના છ ઘા ઝીંકતા તે લોહીલુહાણ હાલતમાં ત્યાં ફસડાઈ પડી હતી.

અલ્કુ ઉધના પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને કહ્યું હતું કે મેં મારી પત્નીની હત્યા કરી નાખી છે, જેથી પોલીસ દોડતી થઇ ગઇ હતી. ઉધના પોલીસ તેને લઈને સ્થળ ઉપર પહોંચી હતી. કોઈએ 108 ને જાણ કરતા તે કાળીને લઈને નવી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી.પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે ઉધના પોલીસે હત્યાનો ગુનો નોંધી અલ્કુની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch