(પ્રતિકાત્મક ફોટો)
દંપત્તિમાં અણ બનાવ હોવાથી 19 વર્ષીય પુત્રી મામાના ઘરે મોટી થઇ હતી
દોઢ વર્ષ પહેલા જ પિતા સાથે રહેવા આવી હતી પુત્રી
Surat Crime News: સુરતમાં ઘોર કળિયુગની સાબિતી આપતો કિસ્સો સામે આવ્યો છે. પત્ની સારવાર માટે પિયર જતાં પતિએ પુત્રીને અડપલાં કર્યા હતા. પત્નીની ગેરહાજરીએ પિતાએ 15 દિવસમાં ત્રણ વખત આવી હરકત કરી હતી. માતા પરત ફર્યાં બાદ પુત્રીએ આ વાત જણાવતાં મામલો સામે આવ્યો હતો.
મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના કાપોદ્રામાં રહેતી 40 વર્ષીય પરિણીતાનો પતિ વેપારી છે. પરિણીતા તેની 19 અને 9 વર્ષની બે દીકરી સાથે રહે છે. મહિલાને આંખની તકલીફ હોવાથી 29 ઓક્ટોબરના રોજ નાની દીકરીને લઈને સારવાર માટે પિયર સૌરાષ્ટ્ર ગયા હતા. જ્યારે તેમની મોટી દીકરી પિતા સાથે રોકાઈ હતી. થોડા દિવસ પહેલા મોટી દીકરીએ તેના મામાને ફોન કરી જાણ કરી હતી કે તેમના ગયા બાદ તે તેના રૂમમાં સૂતી હતી ત્યારે પિતા રૂમમાં આવીને તેની પાસે સુઈ ગયા હતા. બાદમાં તેની છાતી પર હાથ ફેરવી પાયજામો ઉતારી આખા શરીરે હાથ ફેરવતા હતા ત્યારે તેમને રોક્યા હતા. તે સમયે પિતાએ પોતે ઊંઘમાં છે તેવું કહ્યું હતું.
માતાની ગેરહાજરીમાં 15 દિવસમાં પિતાએ ત્રણ વખત આવી કરતૂત કરી હતી. માતા પિયરથી સુરત પરત ફર્યા બાદ પુત્રીએ આ વાત તેમને જણાવી હતી. આરોપી વિરુદ્ધ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ED ના ગુજરાત અને મહારાષ્ટ્રમાં દરોડા, અમદાવાદ, સુરતમાં નકલી આઇડીથી બેંક ખાતાઓ ખુલવાના કેસમાં કાર્યવાહી | 2024-11-14 11:07:20
વડોદરા મુરજાણી આત્મહત્યા કેસમાં માનેલી દીકરી અને માતા ઝડપાયા- Gujarat Post | 2024-11-14 10:51:10
ટ્રમ્પને સપોર્ટ કરવું મસ્કને પડ્યું મોંઘું, એક લાખથી વધુ લોકોએ છોડ્યું X - Gujarat Post | 2024-11-14 10:29:03
ગોંડલ જતી બસ ધંધૂકા-ફેદરા રોડ પર હરિપુરા નજીક પલટી ગઇ, 20થી વધુ મુસાફરો ઘાયલ- Gujarat Post | 2024-11-14 10:27:01
SGST ના કોપરના વેપારીઓ પર દરોડા, 6 શહેરોમાંથી ઝડપાઇ કરોડો રૂપિયાની ટેક્સ ચોરી | 2024-11-14 09:53:56
ગુજરાત પોલીસને મોટી સફળતા, 623 બેંક ખાતાઓ દ્વારા રૂ. 111 કરોડની છેતરપિંડીના કેસમાં ગેંગના 4 સભ્યોની ધરપકડ | 2024-11-14 08:34:17
સુરતમાં પાન-માવાની પિચકારી મારનારા 5200 લોકો પાસેથી રૂ. 9 લાખનો દંડ વસૂલવામાં આવ્યો- Gujarat Post | 2024-11-07 11:07:25