(Demo Pic)
સુરતઃ શહેરના સારોલી વિસ્તારમાં રહેતી વિધવા મહિલા અને ત્રણ સંતાનોની માતાને લગ્નની લાલચ આપીને પાડોશમાં રહેતા પ્રેમીએ ફસાવી હતી. અનેક વખત શરીર સંબંધ બાંધીને પતિની પોલીસીના રૂ.15.10 લાખ પડાવી લીધા હતા. વિધવાએ પૈસા પરત માંગ્યા ત્યારે પાડોશી યુવાને કહ્યું હતું કે તારા જેવી ભાભીને એટલે જ ફસાવી તારો ને તારા પૈસાનો ઉપયોગ કરી શકું.
સુરતના સારોલી વિસ્તારમાં રહેતી 42 વર્ષીય વિધવા ત્રણ સંતાનોની માતા છે. મહિલાના પતિનું ત્રણ વર્ષ પહેલા હાર્ટએટેકથી મોત થયું હતું. પતિની જીવન વીમા પોલીસીના પૈસા મળતા તેના વ્યાજમાંથી અને મોટા પુત્રની કમાણીમાંથી આ પરિવાર ગુજરાત ચલાવે છે. પાંચ મહિના પહેલા તેમના ઘરની બાજુના બિલ્ડીંગમાં રહેતા સૌરભ મુંધરા સાથે બારીમાં ઉભા હતા ત્યારે ઔપચારીક વાત થયા બાદ ફોન નંબરની આપ-લે થઈ હતી.પીડિતાએ કહ્યું કે સૌરભે મને કહ્યું હતુ કે મારો ઘર સંસાર સારી રીતે ચાલતો નથી હું એકલો પડી ગયો છું, તમારા સાથની જરૂર છે, અને તું મને ગમે છે, હું તારા સંતાનોને અપનાવીને લગ્ન કરવા તૈયાર છું.
સૌરભે ધંધામાં પૈસાની જરૂર છે કહીને માંગણી કરી હતી. જેથી તેણે પૈસા આપવાની ના પાડતા સૌરભે કહ્યું હતુ કે મને પૈસા નહીં મળે તો મારે આત્મદાહ કરવું પડશે, જેથી મહિલાએ રૂ.10 હજાર આપ્યાં હતા. બાદમાં તે કોઈના કોઈ બહાના હેઠળ પૈસા માંગતો હતો. બંને ક્યારેક ફિલ્મ જોવા અને ક્યારેકે રેટોરન્ટમાં જતા હતા.ગત ઓગષ્ટ મહિનામાં સૌરભની પત્ની ઘરે ન હતી ત્યારે ઘરે આવીને લગ્ન કરવાની વાત કરીને શરીર સંબંધ બાંધ્યો હતો.ત્યાર બાદ તેણે અવારનવાર શરીર સંબંધ બાંધીને પૈસાની માંગણી કરી કુલ રૂ.15.10 લાખ ખંખેરી લીધા હતા.
મહિલાએ પૈસા પાછા માંગ્યા અને પોલીસ ફરિયાદની વાત કરી તો તેણે કહ્યું કે તારાથી થાય તે કરી લે, સાથે જ હોશિયાળી મારતા કહ્યું કે તારા જેવી ભાભીને એટલે જ ફસાવી કે તારો ને તારા પૈસાનો ઉપયોગ કરી શકું, ધમકી આપી કે હવે જો પૈસા માંગ્યા તો જાનથી મારી નાંખીશે, આ મામલે હવે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
Popular stories | Gujarat Post
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Starliner Landed: સુનીતા વિલિયમ્સને લીધા વગર જ ધરતી પર આવ્યું સ્ટારલાઇનર- Gujarat Post | 2024-09-07 14:22:08
Rajkot News: રાજકોટમાં રજૂઆત કરવા આવેલા ભાજપના જ નેતાને પાટીલથી રખાયા દૂર, બહારથી જ રવાના કરી દેવામાં આવ્યાં- Gujarat Post | 2024-09-07 14:04:47
Crime News: બર્થ ડે પાર્ટીમાં યુવતીને પીવડાવ્યું નશીલું લીંબુ પાણી અને પછી...Gujarat Post | 2024-09-07 14:00:41
રાજકોટમાં Acb એ રૂ.10 લાખની લાંચનો કર્યો પર્દાફાશ, મહારાષ્ટ્રના એક પીઆઇ વતી લાંચ લેનારો ઝડપાયો | 2024-09-06 21:46:39
200 કિલો નશાનો સામાન જપ્ત, અમદાવાદમાં વટવા જીઆઇડીસીમાંથી ગાંજા સાથે 7 લોકો ઝડપાયા | 2024-09-06 16:51:19
Ahmedabad News: દીપક ઠક્કર પાસે અંદાજે રૂ.100 કરોડથી વધુની સંપત્તિ, આજે રિમાન્ડ થશે પૂરા- Gujarat Post | 2024-09-06 10:44:31
પીએમ મોદીના જન્મદિવસે જ વિરોધ....રાજ્ય કર્મચારી મહામંડળ OPS મુદ્દે 17 સપ્ટેમ્બરે કામકાજથી દૂર રહેશે- Gujarat Post | 2024-09-06 10:38:54
આખરે સુરતમાં કોન્ટ્રાક્ટર પાસેથી રૂ.10 લાંચ માંગવાના કેસમાં AAPના બે કાઉન્સિલરો સામે કેસ નોંધાયો, એકની ધરપકડ | 2024-09-04 08:48:03
ACB એ રૂ. 1,00,000 ની લાંચનો પર્દાફાશ કર્યો, આવી રીતે સુરતમાં ASI અને વચેટિયાને ઝડપી પાડ્યાં | 2024-08-29 18:07:02
Surat Rain: ઉકાઈમાંથી પાણી છોડાતા તાપી બે કાંઠે, સુરતીઓની વધી ચિંતા | 2024-08-27 11:54:49
પત્ની અને તેના પ્રેમીની ક્રૂર રીતે કરી હત્યા, સુરતમાં જેલમાંથી પેરોલ પર પતિ ઘરે આવતા જ ખેલાયો ખૂની ખેલ | 2024-08-26 15:46:09
મેં મારી પત્નીની હત્યા કરી નાખી....સુરતમાં પત્નીને મોતને ઘાટ ઉતારીને પતિ પહોંચ્યો પોલીસ સ્ટેશન- Gujarat Post | 2024-08-25 11:21:43