Sat,16 November 2024,6:22 am
Print
header

ગુજરાતમાં હાહાકાર મચાવનાર સુરતના ગ્રીષ્મા હત્યા કેસનો ચુકાદો આ તારીખે આવી શકે છે- Gujarat post

આ કેસમાં અત્યાર સુધી 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે 

12મી ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની પ્રેમમાં પાગલ ફેનિલે ગળું કાપી હત્યા કરી હતી

સુરતઃ ગુજરાતમાં હાહાકાર મચાવનાર સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ 16 એપ્રિલે ચુકાદો આપી શકે છે, બંને પક્ષકારોની દલીલો પૂર્ણ થઇ ગઇ છે. અત્યાર સુધી 105 સાક્ષીઓની જૂબાની લેવામાં આવી છે. આ કેસમાં 190 પૈકી મહત્વના 105 સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. 85 સાક્ષીઓને ડ્રોપ કરવામાં આવ્યાં છે. FSLએ મોબાઈલ વીડિયો ક્લિપ ઓરીજનલ હોવાની જુબાની આપી છે, આરોપી ફેનિલનું ફર્ધર સ્ટેટમેંટ લેવામાં આવ્યું છે.

સુરતમાં જાહેરમા હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. ગ્રીષ્મા વેકરીયાના હત્યારા ફેનિલ ગોયાણી સામે કાર્યવાહી ચાલી રહી છે. સરકાર પક્ષે આ કેસમાં વધુ સાક્ષીઓ ન તપાસવાનું કહીને ક્લોઝિંગ આપ્યું છે. આ કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ સાક્ષીઓને તપાસ્યા છે, બચાવપક્ષે બંને સાક્ષીઓની ઉલટ તપાસ હાથ ધરી હતી. નોંધનિય છે કે ગત 12મી ફેબ્રુઆરીએ ગ્રીષ્મા વેકરિયાની ફેનિલે ગળું કાપી હત્યા કરી નાખી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch