Tue,17 September 2024,5:06 pm
Print
header

Surat: તોફાનીઓને છોડાશે નહીં...ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરનારાઓના ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું- Gujarat Post

Latest Surat News: સુરતમાં રવિવારે રાત્રે તોફાની તત્વોએ ગણેશ મંડપ પર પથ્થરમારો કર્યો હતો.જેને લઈને હરકતમાં આવેલા તંત્રએ તોફાની તત્વોને પાઠ ભણાવ્યો છે.જ્યાંથી પથ્થરમારો થયો હતો તેની આસપાસના ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયું છે.સોમવારે સવારથી જ પાલિકા તંત્રએ જ્યાંથી ગણેશ મંડપ પર હુમલો થયો હતો તેની આસપાસના લારી ગલ્લાના દબાણ હટાવવાનું શરૂ કર્યું હતું. જોકે માથાભારે તત્વોએ પાલિકાની આ કામગીરીનો આક્રમક વિરોધ કર્યો હતો.

સુરત શહેર લઘુમતી મોરચાના અધ્યક્ષે ડીમોલીશનની કામગીરી અટકાવવા મનપા પદાધિકારીઓ પર પ્રેશર લાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે લોકોમાં ફાટી નીકળેલા આક્રોશને જોઈ તંત્રએ કામગીરી શરૂ રાખી હતી. શહેરમાં રવિવાર રાતની ઘટના બાદ અસામાજિક તત્વો સામે યુપી સહિતના રાજ્યોમાં જે પ્રકારે ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે, એજ રીતે સુરતમાં પણ કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી. તંત્ર દ્વાર જે સ્થળેથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેની આસપાસના ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવતાં અસામાજિક તત્વોમાં ફફડાટે ફેલાયો હતો.

નોંધનિય છે કે પોલીસે અનેક પથ્થરમારો કરનારા શખ્સોની ધરપકડ કરી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch