Sun,17 November 2024,6:57 am
Print
header

સુરતના આ વિસ્તારમાં નહીં થાય ગરબા, જાણો શું છે કારણ

સુરત: નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. કોરોનાને કારણે ગયા વર્ષે નવરાત્રિનું આયોજન થઈ શક્યું ન હતું આ વર્ષે પણ પાર્ટી પ્લોટ કે કલબમાં ગરબા નહીં યોજાય. સુરતના અમુક વિસ્તારોમાં કોરોનાના કેસ આવતા મનપા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું કે કોરોનાગ્રસ્ત લોકોમાં માત્ર સામાન્ય લક્ષણો હોય છતાં વધુ કેસોના કારણે કલસ્ટર હેઠળ મુકાયેલી સોસાયટીઓ બિલ્ડીંગોમાં નવરાત્રિના આયોજન નહીં થઈ શકે.

નવરાત્રીમાં ગરબા રમવા માટે કોરોના રસીનો  ઓછામાં ઓછો એક ડોઝ લીધો હોય તે જરુરી છે, બન્ને ડોઝ ફરજિયાત  નથી. હાલ સુરતમાં 48 ટકા લોકોએ જ બંને ડોઝ લીધા છે,જેમાં પણ અડધા તો સિનિયર સિટીઝન છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch