Sun,08 September 2024,8:47 am
Print
header

નહીં હો પા રહા મુજસે અબ સહન...આ મેસેજ કરીને સુરતમાં પરિણીતાએ છઠ્ઠા માળેથી મોતની છલાંગ લગાવી, પતિની ધરપકડ- Gujarat Post

Surat Crime News: સુરત શહેરના ભટાર એલ્બી ટોકીઝ પાસે આકાશ દર્શન એપાર્ટમેન્ટમાં છઠ્ઠા માળેથી સોફ્ટવેર એન્જિનિયર મધુલિકા વિકાસ પેરીવાલ (ઉ.વ. 29) એ ગત 21 જૂનના સાંજે પડતું મુકીને આપઘાત કર્યો હતો. મધુલિકાએ છઠ્ઠા માળેથી પડતું મુક્યું હોવા છંતા તેના સસરા ગોપીનાથ પેરીવાલે આ માત્ર અકસ્માત હોવાનું કહીને પોતાનો બચાવ કર્યો હતો.મૃતકના પિતા પ્રેમરતન જયકિશન ઝવરે (ઉ.વ. 54 રહે. ન્યુ હરેક્રિષ્ના એપાર્ટમેન્ટ, ઉમા ભવન પાસે, ભટાર અને મૂળ. નાપાસર, જી. બિકાનેર, રાજસ્થાન) ને આ મામલે તપાસની માંગ કરી હતી.

જો કે જે તે વખતે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી હાથ ધરેલી તપાસમાં મધુલિકાના પિતાએ જણાવ્યું હતું કે 30 જૂન 2020 ના રોજ સોફ્ટવેર એન્જિનિયર વિકાસ પેરીવાલ સાથે લગ્ન થયા હતા અને લગ્ન વખતે 40 તોલા સોનું-ચાંદી અને રૂ. 1 લાખ રોકડા આપ્યાં હતા. પરંતુ લગ્નના આઠ મહિના બાદ વિકાસે એક લાખમાં માત્ર બાથરૂમ જ બની શકે એમ કહીને શારિરીક-માનસિક ત્રાસ ગુજારવાનું શરૂ કર્યુ હતું. ખાનગી કંપનીમાં માસિક રૂ. 80 હજારના પગારથી નોકરી કરતી મધુલિકાનો પગાર પણ પણ વિકાસ લઇ લેતો હતો અને અંગત ખર્ચ માટે પણ પૈસા આપતો ન હતો.

પગાર કપાઇ જશે એમ કહી નોકરી ઉપર રજા મુકવા દેતો ન હતો અને મધુલિકા ઉપર આશંકા રાખીને વારંવાર તેનો મોબાઇલ ચેક કરી કોલ રેકોર્ડીંગ સાંભળવી ત્રાસ ગુજારતો હતો. છેલ્લે ગત 20 જૂને વીડિયો કોલથી વાત કરનાર મધુલિકાએ એવું કહ્યું હતું કે વિકાસ રાતે પુણેથી આવે છે પરંતુ તે કેમ આવે છે એમ કહી રડવા લાગી હતી અને બીજા દિવસે મોતની છલાંગ લગાવી દીધી હતી. બીજી તરફ પોલીસને મધુલિકાના મોબાઇલમાંથી દહેજ લાલચુ શંકાશીલ પતિના ત્રાસની વ્યથાના મેસેજ મળી આવ્યાં છે, જેમાં છેલ્લી લાઇન હતી ડાઇંગ એસ મિસીસ વિકાસ પેરીવાલ.

દહેજ લાલચુ શંકાશીલ પતિના ત્રાસથી કંટાળી મોતની છલાંગ લગાવનાર મધુલિકાએ વિકાસને મેસેજ કર્યો હતો જેમાં લખ્યું હતું કે `નહી હો પા રહા મુજસે અબ સહન, સફોકેટ હો ગઇ હું, માફ કર દેના મુજે ફોર વોટએવર પેઇન આઇ કોઝડ યુ, ઇટ વોઝ ધ લાસ્ટ વન, અબ બસ મેરી ડેથ સે પીસ બનાની હોગી. બન જાયેગી એવેન્યુલી. આ કાન્ટ લીવ લાઇક ધી, આઇ કાન્ટ. આઇ એમ સોરી. હો સકે તો બુરા વક્ત ભુલા દેના ઓર હમારા અચ્છા વક્ત યાદ રખના, ઇફ પોસીબલ મેરે મૈકે સે આયી જ્વેલરી મેરે મોમ-ડેડ કો દે દેના, ચુચુ કી શાદીમે કામ આયેગે, કન્સીડર ધીસ માય લાસ્ટ વીસ. ટેક કેર, ડાઇંગ એસ મિસીસ. વિકાસ પેરીવાલ...બાય. આ મેસેજના આધારે પરિણીતા પર દહેજ માટે ત્રાસ ગુજારનાર શંકાશીલ પતિ વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch