Sat,16 November 2024,12:26 pm
Print
header

સુરતના ગ્રીષ્મા હત્યા કેસમાં શું આવ્યાં મોટા સમાચાર, જાણો વધુ વિગતો - Gujarat post

સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસ (Grishma Murder case) માં મોટા સમાચાર સામે આવ્યાં છે.  સુરતની ફાસ્ટટ્રેક કોર્ટમાં (Fast track court) આ કેસ ચાલશે. હત્યાના આરોપી ફેનિલે ગુનો કબૂલવાનો ઈનકાર કર્યો છે. કોર્ટ રૂમમાં ગ્રીષ્માના હત્યારા ફેનિલે કહ્યું કે, તેને ગુનો કબુલ નથી. જેને લઇને હવે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે. આરોપી ફેનીલને (Fenil ) વકીલ પણ આપવામાં આવ્યો છે. આવતીકાલે ફરી ફેનિલને સુરત કોર્ટમાં રજૂ કરાશે.

આ કેસ સેશન્સ ટ્રાયેબલ હોવાથી કઠોર કોર્ટમાંથી કેસ કમિટ થઇને સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરાશે.ત્યાર બાદ ફેનિલની સામે ચાર્જફ્રેમની કાર્યવાહી કરીને સાક્ષીની જુબાની લેવામાં આવશે. ફેનિલની ધરપકડના પાંચ દિવસમાં પોલીસે 2500 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં 23 પંચનામા કરવામાં આવ્યાં છે, 190 સાક્ષીઓ છે, 188 દસ્તાવેજી પુરાવા છે. ઉપરાંત ડાયરેક્ટ પુરાવા, ઇજાગ્રસ્ત વ્યક્તિનો પુરાવો, મેડીકલ અને સીસીટીવીનો પુરાવો, વીડિયો ફૂટેજ, ઘટના પહેલાની ઓડિયો ક્લીપ અને ઘટના બાદની ઓડિયો ક્લીપનો પુરાવો રજૂ કરવામાં આવ્યો હતો.

સુરતના પાસોદરામા ગ્રીષ્માની હત્યા થઇ હતી.ત્યાર બાદ સુરત જિલ્લા પોલીસ વડા દ્વારા SIT ની રચના કરવામાં આવી હતી આરોપી ફેનીલની કાયદેસરની કાર્યવાહી કરી કોર્ટમાં રજૂ કર્યો હતો. બાદમાં રિમાન્ડમાં તેની કડક પૂછપરછ કરવામાં આવી હતી. સાક્ષી, પંચનામા, ફેનિલના મોબાઇલમાંથી મળેલા પુરાવા, તેની ઓડિયો ક્લિપનો એફએસએલનો રિપોર્ટ વગેરે સહિતના પુરાવા ભેગા કરાયા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch