(મૃતક યુવતીની ફાઈલ તસવીર)
હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી
મૃતક યુવતીના પિતા વિદેશથી આવ્યાં બાદ થશે અંતિમ સંસ્કાર
આરોપી પર ચોતરફથી લોકો વરસાવી રહ્યાં છે ફિટકાર
સુરતઃ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઊંચે જઈ રહ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હોમ ટાઉનમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે અને છેલ્લા થોડા દિવસથી ગુનાઓ વધી રહ્યાં છે, સૌરાષ્ટ્રવાસીઓની મોટી સંખ્યા ધરાવતાં પાસોદરા વિસ્તારમાં એક યુવતીને જાહેરમાં લોકોના ટોળાં સામે ગળું કાપીને રહેસી નાંખવામાં આવી છે. આ ઘટનામાં લોકો મૂકપ્રેક્ષકની જેમ તેને બચાવવાના બદલે વીડિયો ઉતારતા રહ્યાં હતા જે બાબત ચિંતાજનક છે.
અતિસંવેદનશીલ બનેલા આ કિસ્સામાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પરિવારની મુલાકાત લેવા માટે પાસોદરા ખાતે પહોંચ્યાં હતા. તેમણે પરિવારને સહાનુભૂતિ આપીને તેમની દીકરીને ઝડપથી ન્યાય મળે તેના માટે હૈયા ધરપત આપી હતી. ઘટનાની તપાસ માટે અલગ-અલગ ટીમો બનાવી છે. FSLનો રિપોર્ટ 24 કલાકમાં મળી જાય તેવી વ્યવસ્થા કરી છે. સીસીટીવી ફૂટેજ, મોબાઈલની ડિટેઇલ વગેરે મળી ગયા છે. આરોપીને એવી સજા અપાવીશું કે જેથી બીજું કોઈ આવું કૃત્ય ના કરે. સરકાર સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂંક કરશે. તેમજ ગ્રીષ્માના પરિવારનો કેસ સરકાર લડશે.
સુરતમાં થયેલ દીકરીની હત્યા આઘાતજનક અને અત્યંત દુઃખદ છે. આજરોજ પીડિત પરિવારની એમના નિવાસસ્થાન પર મુલાકાત લઈ અને આરોપીને શક્ય એટલી ઝડપથી આકરી સજા અપાવી દીકરીના પરિવારને ઉચિત ન્યાય અપાવવામાં ગુજરાત પોલીસ કોઈ કચાશ નહીં રાખે એવી ખાતરી આપી. pic.twitter.com/XoRo1UejPf
— Harsh Sanghavi (@sanghaviharsh) February 13, 2022
આરોપી ફેનિલને યુવતીના પરિવારે સમજાવ્યો હોવા છતાં તે બે દિવસ પહેલા આવ્યો હતો, ફરી સમજાવવા જતાં યુવતીના મોટા બાપુજી-ભાઈને ચપ્પાના ઘા માર્યાં હતા અને યુવતીને રસ્તા પર જ રહેંસી નાંખી હતી. યુવતીના પિતા હાલ વિદેશ છે, તેઓ આવ્યાં બાદ દિકરીની અંતિમવિધિ કરવામાં આવશે. તેમને અકસ્માત થયો હોવાનું કહેવાય છે. મૃતકના પરિવારજનોએ હત્યારા ફેનિલને જાહેરમાં ફાંસીએ લટકાવવાની માંગ કરી છે.
આરોપીના પિતાએ કહ્યું, તે અમારા કહ્યાંમાં નથી. ખોટો સિક્કો છે. યુવતીના પરિવારે ફરિયાદ કર્યાં બાદ અમે તેને ઠપકો આપ્યો હતો અને તેને હવેથી હેરાન નહીં કરું તેમ કહ્યું હતું. તેમ છતાં તે સુધર્યો નથી.જો કાયદો તેને ફાંસીની સજા આપશે તો અમને મંજૂર છે. તેણે જે કર્યું છે તેને કારણે અમે પણ દુખી છીએ.
પાસોદરામાં એકતરફી પ્રેમમાં યુવકે જે પ્રકારે યુવતીની કરપીણ હત્યા કરી તેને લઈ ચોતરફથી ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે. સમાજમાં ભારે રોષ છે અને આરોપીને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરાઇ છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
ઝાંસી અગ્નિકાંડમાં મોટો ખુલાસોઃ આગ પર કાબૂ લેવાના સિલિન્ડર થઈ ગયા હતા એક્સપાયર- Gujarat Post | 2024-11-16 13:03:16
વૌઠાના મેળામાં પોલીસે ડ્રગ્સ અને ઓનલાઇન ફ્રોડ મામલે લોકોને કર્યાં જાગૃત, બે ખોવાયેલા બાળકોને પણ શોધી કાઢ્યાં | 2024-11-16 12:53:43
શું બાબા સિદ્દીકી કેસનો માસ્ટરમાઈન્ડ શ્રદ્ધા વૉકરની હત્યાનો બદલો લેવા માંગતો હતો ? Gujarat Post | 2024-11-16 12:18:22
NCB નું દિલ્હીમાં મોટું ઓપરેશન, અંદાજે 900 કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું | 2024-11-16 11:16:00
ઝાંસી મેડિકલ કોલેજના NICU વોર્ડમાં લાગી આગ, 10 બાળકોનાં મોત, 37 નવજાતને બારી તોડીને બહાર કાઢવામાં આવ્યાં | 2024-11-16 09:27:08
Breaking News: દેવ દિવાળીની રાત્રે જ ઉત્તર ગુજરાતમાં 4.2 ની તીવ્રતાનો ભૂકંપ, અમદાવાદમાં પણ અસર | 2024-11-15 23:02:49
લાંચમાં iPhone.... નવસારીના આ PI એ લાંચમાં આઇફોન લીધો અને ACB એ તેમનો ખેલ પાડી દીધો | 2024-11-15 18:18:35
બોપલ વિસ્તારમાં આ શું થઇ રહ્યું છે ? વિદ્યાર્થી પ્રિયાંશુની હત્યા બાદ NRI જમીન દલાલને મોતને ઘાટ ઉતારી દેવાયા | 2024-11-15 17:55:24
કપડવંજ: દંતાલીના 4 લોકોનું મોડાસા પાસે અકસ્માતમાં મોત, શામળાજીથી દર્શન કરીને પરત ફરી રહ્યાં હતા | 2024-11-15 16:35:25
ન્યુઝીલેન્ડના સાંસદ હાના રાવહીતીનું ગૃહમાં વિરોધ નૃત્ય....બિલની કોપી ફાડી નાખીને દર્શાવ્યો રોષ | 2024-11-15 14:07:40