Sat,16 November 2024,6:17 am
Print
header

છત્તીસગઢથી નોકરી કરવા સુરતમાં આવેલા પતિએ પત્નીની હત્યા કર્યાં બાદ ગળાફાંસો ખાઈ લીધો- Gujarat Post

(મૃતક દંપત્તિની ફાઇલ તસવીર)

  • અઠવાડિયા પહેલા જ દંપત્તિ છત્તીસગઢથી સુરત નોકરી માટે આવ્યું હતું
  • બંનેના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
  • પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ બાજુમાં રહેતા સાળાએ સમાધાન કરાવ્યું હતું

સુરતઃ શહેરમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. હજીરામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અઠવાડિયા પહેલા સુરતના હજીરામાં કામની શોધમાં આવેલા દંપતી પૈકી પતિએ પત્નીની હત્યા કરી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે ગળાફાંસો ખાઈ લીધો હોવાનું સામે આવ્યું છે.પતિ-પત્નીમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો.

હજીરા પોલીસના જણાવ્યાં અનુસાર, મૂળ છત્તીસગઢના કબીરધામના રહેવાસી અનિલ રાજુભાઈ શાહુ (ઉ.વ.30) અને તેની પત્ની ભારતી (ઉ.વ.25) સુવાલીગામ નજીક આરોગ્ય કેન્દ્ર સામે બીપીનભાઈની ચાલીમાં અઠવાડિયા પહેલા રહેવા આવ્યાં હતા. શાહુ દંપત્તિ હજીરાની ખાનગી કંપનીમાં નોકરી પર લાગવાના હતા.તે પહેલા જ અનિલ ગળાફાંસો ખાઈને લટકેલી હાલતમાં તથા તેની પત્ની જમીન પર મૃત હાલતમાં મળી આવી હતી. બંનેના એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. બંને વચ્ચે એક દિવસ પહેલા ઝગડો થયો હતો.જેથી તેમની બાજુમાં રહેતા તેના સાળાએ બંનેને સમજાવીને ઝઘડો શાંત પાડ્યો હતો.

સાળો ઘરે ગયા બાદ અનિલે પત્નીનું નાક અને મોંઢુ દબાવી હત્યા કરી હતી, તેણે લોખંડની પાઇપ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો.પોલીસે આસપાસના લોકોના નિવેદન લીધા છે. હજીરા પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch