Wed,02 October 2024,5:52 am
Print
header

મારી નહીં તો કોઈની નહીઃ સુરતના વરાછામાં પ્રેમિકાને લઈને બે પ્રેમીઓમાં ખેલાયો ખૂની ખેલ, એકનું મોત- Gujarat Post

(મૃતકની ફાઈલ તસવીર)

મૃતક યુવક સાડી સ્ટોન ચોંટાડવાનું કામ કરતો હતો

પ્રેમિકા જૂના પ્રેમીને છોડીને નવા પ્રેમી સાથે રહેવા આવી હતી

સુરતઃ વરાછામાં પ્રેમિકાને લઈને એક પ્રેમીએ બીજા પ્રેમીને ચપ્પુના ઘા મારી રહેંસી નાંખ્યો હતો. એલએચ રોડ પર નરસિંહ મંદિર પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા અને મજૂરી કામ કરતાં 24 વર્ષીય યુવકની ચપ્પુના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. સાડી પર સ્ટોન ચોંટાડવાનું કામ કરતો ચિરાગ બબલુ રાજપૂત (ઉ.વ.24) તેના રૂમમાં સુતો હતો, ત્યારે અનશ નામનો યુવાન આવીને ચપ્પુ લઈને તેના પર તૂટી પડ્યો હતો. આ ઘટનાને લઈને યુવકના મિત્રો દોડી આવ્યાં હતા અને તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મોત થયું હતું.

ચિરાગને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો.આ યુવતી છ મહિનાથી તેની સાથે રહેતી હતી.આ પહેલા યુવતી ફૂલવાડી વિસ્તારમાં અનશ નામના યુવક સાથે રહેતી હતી. પ્રેમ પ્રકરણને કારણે અનશે ચિરાગ પર હુમલો કર્યો હતો. જેમાં તેનું મૃત્યુ થયું હતું. વરાછા પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch