Sat,16 November 2024,6:32 pm
Print
header

સુરતઃ વીડિયો કોલમાં જીમ ટ્રેનર થઈ ગયો નગ્ન, બીજા કિસ્સામાં અભિનેત્રીના આઈડીથી પરથી પતિને મોકલાયા અશ્લીલ મેસેજ - Gujarat Post

(પ્રતીકાત્મક તસવીર)

સોશિયલ મીડિયાનો વધી રહ્યો છે દુરુપયોગ

અલગ રહેતી પત્નીએ જ પતિને ડમી એકાઉન્ટથી મોકલ્યા અશ્લીલ મેસેજ

બીજી કિસ્સામાં જીમ ટ્રેનર પરિણીતાને વીડિયો કોલ કરી ગુપ્ત ભાગો બતાવી અભદ્ર માંગ કરતો

સુરતઃ ડાયમંડ નગરી સુરતમાં સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને બદનામ કરવાના ગુના દિન પ્રતિદિન વધી રહ્યાં છે. એક બનાવમાં અલગ રહેતી પત્નીએ ફિલ્મ અભિનેત્રી તારા સુતરિયાના નામથી પીપલોદના વેપારી(પોતાના પતિને) બિભત્સ મેસેજ મોકલ્યાં હતા. બીજા એક બનાવમાં જીમ ટ્રેનર સોશિયલ મીડિયામાં કોઇની સામે વીડિયો કોલ કરીને નગ્ન થઈ ગયો હતો.

પીપલોદમાં રહેતા વેપારીને ફિલ્મ અભિનેત્રી તારા સુતરિયાના ઈન્સ્ટા આઈડી પરથી જુલાઈ મહિનામાં વિવિધ મેસેજ આવ્યા હતા. થોડાક દિવસ પહેલા અભિનેત્રીના નામથી બનેલા ફેસબુક આઈડીથી ગાળો લખાઈને આવતાં તે હેરાન થઈ ગયો હતો. જે બાદ તેણે પોલીસ ફરિયાદ કરી હતી. સાયબર ક્રાઇમ તપાસ બાદ આ કેસમાં વેપારીથી અલગ રહેતી તેની પત્નીની ધરપકડ કરી હતી.બંને વચ્ચે ખટરાગ ચાલતો હોવાથી અલગ રહેતા હતા.

બીજી તરફ ઉધનામાં જીમ ટ્રેનીંગ આપતો યુવાન સોશિયલ મીડિયાના માધ્યમથી ફ્રેન્ડ બનેલી પરિણીતાને વીડિયો કોલ કરીને નગ્ન થઈ ગયો હતો.જેને કારણે પરિણીતા ડઘાઈ ગઈ હતી,આ મુદ્દે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરી હતી. જીમ ટ્રેનર પરિણીતાને 4 માસથી વીડિયો કોલ કરી નગ્ન થઈ ગુપ્ત ભાગો બતાવી અભદ્ર માંગ કરીને હેરાન કરતો હતો. સાયબર ક્રાઇમ પોલીસે ગણતરીના કલાકોમાં જ જીમ ટ્રેનરને ઝડપી લીધો હતો. ત્યારે આજકાલ સોશિયલ મીડિયાનો દુરુપયોગ વધી રહ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch