Fri,01 November 2024,10:55 am
Print
header

સુરતઃ પાટીદાર વિસ્તારોમાં અપેક્ષાથી ઓછા મતદાનથી અનેક તર્ક વિતર્ક- Gujarat Post

સૌરાષ્ટ્રવાસીઓની બેઠક પર મહિલાઓ, યુવાનોમાં આપનો અન્ડર કરંટ જોવા મળ્યો

એક જ પરિવારના મતોનું ભાજપ અને આમ આદમી પાર્ટીમાં વિભાજન થયાનો અંદાજ

પાટીદાર સમાજનું ઓછું મતદાન ભાજપને ફળે તેવું ગણિત

સુરતઃ ડાયમંડ નગરી સુરતના પાટીદાર વિસ્તારોમાં અપેક્ષાથી ઓછા મતદાનથી નેતાઓ, રાજકીય પંડિતો અચંબામાં છે. છેલ્લા 15 દિવસમાં સુરતની પાટીદાર વસ્તી ધરાવતી વરાછા, કતારગામ, કામરેજ, ઓલપાડ, કરંજ, સુરત ઉત્તરની સીટો પર જબરજસ્ત ચહલ પહલ જોવા મળી હતી. તમામ પક્ષોએ પાટીદાર વિસ્તારની બેઠક પર જ ધ્યાન કેન્દ્રીત કરીને ચૂંટણી અભિયાન હાથ ધર્યુ હતું. કતારગામ સિવાય પાટીદાર વિસ્તારોની બેઠક પર અપેક્ષા કરતાં ઓછા મતદાનથી રાજકીય પક્ષોમાં ચિંતાનો માહોલ છે. સુરતની અડધાથી વધારે બેઠકો પર પાટીદાર મતદાર નિર્ણાયક ભૂમિકામાં હતા.

સુરતની ઓલપાડ બેઠક પર 64 ટકા અને કામરેજ બેઠક પર 60 ટકા જેટલું મતદાન થયું છે. આ બંને બેઠકોના મતવિસ્તારમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોનો સમાવેશ થાય છે, ગ્રામીણ વિસ્તારોમાં વધારે મતદાન થયું છે. વરાછા, કરંજ, કામરેજ સહિતની સુરતની સૌથી ચર્ચાસ્પદ બેઠકો પર ઓછા મતદાનના કારણે કોને ફાયદો, કોને નુકસાન થશે તેના સમીકરણો મંડાઈ રહ્યાં છે.

પાટીદાર વિસ્તારોમાં યુવાવર્ગ અને મહિલાઓમાં આમ આદમી પાર્ટીનો અંડર કરન્ટ જોવા મળ્યો છે. પાટીદાર વર્ગના મોટાભાગના યુવાનોએ આપને મત આપ્યાં હોવાનું અનુમાન છે. મહિલાઓના મત ભાજપમાં વહેંચાયા હોવાનું અનુમાન છે. વડીલોએ ભાજપને મત આપ્યા હોઇ શકે છે. આમ એક જ પરિવારના મત ભાજપ અને આપમાં વિભાજિત થયા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. પાટીદાર વિસ્તારમાં પહેલી વખત કોંગ્રેસ ચિત્રમાં જ નથી. પાટીદાર સમાજનું ઓછું મતદાન ભાજપને ફળે તેવું ગણિત છે. હાલ અહીં ઓછું મતદાન કેમ થયું તેનું અને ભાજપને નુકસાન થશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.જો કે 8 ડિસેમ્બરે જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch