Sat,16 November 2024,8:21 am
Print
header

સુરતઃ યુવકે ઓનલાઈન ગેમના ચક્કરમાં ગુમાવ્યો જીવ, સ્યૂસાઇડ નોટમાં લખી છે આ વાત- Gujarat Post

(યુવકે લખેલી સ્યૂસાઇડ નોટ)

  • મૃતક યુવકના માતા-પિતા છે મૂકબધિર
  • પરિવારજનોને મોત અંગે શંકા

સુરતઃ ઘણા લોકો ઈન્ટરનેટ પર મોબાઇલ ગેમ રમતા હોય છે પરંતુ તેને કારણે ઘણી વખત જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.થોડા સમય પહેલા બ્લૂવ્હેલ ગેમને કારણે અનેક યુવાઓએ જીવ ટૂંકાવ્યાના કિસ્સા છે. હવે આવો જ કિસ્સો સુરતના મહુવા તાલુકામાં સામે આવ્યો છે. અહીં એક યુવક ઓનલાઈન ગેમની માયાજાળમાં ફસાયો હતો, દેવું થઈ જતાં કેવી રીતે ભરપાઈ કરવી તેની ચિંતા હતી.જેને લઈ તેણે જીવન ટૂંકાવી દીધું હતું. તેની સ્યૂસાઈડ નોટ પણ મળી આવી છે.

જેમાં તેણે લખ્યું છે, I am Really Sorry, મને બહુ સમજાવ્યો છતાં મેં નઇ સુધર્યો. ગેમ રમવાનું ચાલુ રાખ્યું. એ જ ગેમ મારું અંતનું કારણ બની ગયું. રમી ગો એપ્લિકેશન એ મારી સાથે froud કરીને મારી પાસેથી અત્યાર સુધીમાં 4 લાખ રૂપિયા લઈ લીધા. બધી લોન લેવાઈ ગઈ ભૂલમાં.

સુરતના મહુવા તાલુકાના ધામખડીના 24 વર્ષીય યુવાન અંકિત જીવણભાઈ પટેલે ઓનલાઈન ગેમની માયાજાળમાં ફસાઈ ચૂક્યો હતો.ઓનલાઈન ગેમમાં મોટું દેવું થઈ ગયું, ચિંતામાં નોટ લખીને જીવન ટૂંકાવવાનો અંતિમ નિર્ણય લીધો.મૃતક યુવાનનાં પરિવારજનોએ યુવાનના મોત અંગે અનેક શંકા વ્યક્ત કરી છે. મૃતક યુવાનનાં માતા-પિતા બન્ને મૂકબધિર છે. મૂકબધિર માતા-પિતાએ ઓનલાઈન ગેમના પાપે એકના એક વહાલસોયા દીકરાને ગુમાવવાનું દર્દ સહન કરવું પડ્યું છે.પોલીસે સ્યૂસાઈડ નોટ કબ્જે કરીને આગળની તપાસ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch