Thu,21 November 2024,12:01 pm
Print
header

સુરતમાં ઝોલા છાપ ડોક્ટરોએ ખોલી મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, પોલીસે કરી કાર્યવાહી

સુરતઃ ઝોલા છાપ ડોક્ટરોની મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનો પર્દાફાશ થયો છે. અહીં ડિગ્રી વગરના પાંચ લોકોએ લોકસેવાના નામે મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવી છે. હોસ્પિટલના ઉદ્ઘઘાટન માટે છપાયેલા આમંત્રણ કાર્ડમાં સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસ કમિશનર અને કોર્પોરેશન કમિશનરનું નામ પણ પૂછ્યાં વગર છાપવામાં આવ્યા હતા, હોસ્પિટલના ઉદ્ઘઘાટનના બીજા જ દિવસે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરીને હોસ્પિટલને સીલ કરી દીધી હતી. સુરત પોલીસ હવે નકલી ડીગ્રીઓના નામે લોકોના આરોગ્ય સાથે રમત રમી રહેલા છેતરપિંડી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. પાંચમાંથી બે આરોપીની નકલી ડિગ્રી બહાર આવતાં પોલીસે ગુનો નોંધ્યો છે, બાકીના આરોપીઓની ડિગ્રીની તપાસ ચાલી રહી છે.

સુરત પોલીસના જણાવ્યાં અનુસાર પાંડેસરા વિસ્તારમાં જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘઘાટન કરવામાં આવ્યું હતું. તેના આમંત્રણ કાર્ડમાં ડૉક્ટરોના નામ લખવામાં આવ્યાં હતા, જેમાં એક ડૉક્ટરનું નામ બબલુ રામ આસારે શુક્લા છે, બબલુ સામે સુરતમાં મેડિકલ પ્રેક્ટિસ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો અને તે નકલી ડૉક્ટર છે. બીજો ડૉક્ટર રાજારામ કેશવ પ્રકાશ દુબે છે, જે પોતાને BEMS ડૉક્ટર કહે છે, તેમની સામે પણ ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. તે નકલી ડોક્ટર પણ છે અને તેની ડિગ્રી પણ નકલી છે.

ત્રીજો ડૉક્ટર ગંગા પ્રસાદ મિશ્રા છે, જે પોતાને BAMS કહે છે. તેની સામે વિવિધ પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીનો કેસ નોંધાયેલ છે. તેની સામે ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. ચોથો એક છે સજ્જન કુમાર મીના જેઓ એમડી હોવાનો દાવો કરી રહ્યાં છે અને પાંચમો છે પ્રત્યુષ કુમાર ગોયલ જે એમએસ ઓર્થોપેડિક હોવાનો દાવો કરી રહ્યાં છે. અત્યારે તેની ડિગ્રી અસલી છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસમાં કંઈ બહાર આવશે તો તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. આમંત્રણ કાર્ડમાં ઉમેદવાર તરીકે પ્રમોદકુમાર તિવારીનું નામ લખવામાં આવ્યું છે, જેઓ પોતાને નિવૃત્ત પીએસઆઈ ગણાવે છે. તેમની સંડોવણી પણ સામે આવી છે. તેમનો પુત્ર ધવલ આ જ હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર ચલાવે છે અને પોતાને ફાર્માસિસ્ટ કહે છે. અમે તેની ડિગ્રી પણ ચકાસવામાં આવી રહી છે.

સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર શાલિની અગ્રવાલ અને જોઈન્ટ પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સના નામ પણ આ હોસ્પિટલના આમંત્રણ પત્રિકામાં પૂછ્યાં વગર પ્રકાશિત કરવામાં આવ્યાં હતા. કોઈ અધિકારીને ખબર ન હતી કે તેમનું નામ આમંત્રણ પત્રિકામાં છે અને કોઈ અધિકારી હોસ્પિટલના ઉદ્ઘઘાટનમાં હાજર રહ્યાં ન હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch