Fri,15 November 2024,9:10 am
Print
header

રક્તદાનના ફોટા પડાવતા નેતાઓ ન દેખાયા, પરંતુ રોજા તોડીને મુસ્લિમ ભાઇઓએ રક્તદાન કર્યું

સુરત: કોઇને કોઇ પ્રસંગના બહાને રક્તદાન કરીને ફોટા પડાવતા રાજકીય પાર્ટીના નેતાઓ તો ન દેખાયા, પરંતુ મુસ્લિમ સમાજના ભાઇઓએ સુરતમાં દરિયાદિલી બતાવીને રક્તદાન કર્યું છે. તક્ષશિલા બિલ્ડીંગમાં લાગેલી આગે 23 નાં જીવ લઇ લીધા છે, અનેક બાળકો હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. ત્યારે ગંભીર રીતે ઘાયલ બાળકોને લોહીની તાત્કાલિક જરૂર હતી. દુર્ઘટના બાદ સોશિયલ મીડિયામાં રક્તદાન માટે અપીલ કરવામાં આવી હતી. જેથી પવિત્ર રમઝાન માસમાં મુસ્લિમ બિરાદરો પણ હોસ્પિટલ પહોંચ્યાં હતા અને રોજા તોડીને બાળકો માટે રક્તદાન કર્યું હતું, હિન્દુ-મુસ્લિમ એકતાની અનોખી મિસાલ રજૂ કરી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ કેટલાક મુસ્લિમ બિરાદરો શુક્રવારની નમાઝ અદા કરીને તરત હોસ્પિટલ પહોંચ્યા હતા અને રોજા તોડીને તરત રક્તદાન કરવા માટે તૈયાર થયા હતા.જેથી અનેક બાળકોને નવી જિંદગી મળી છે. તેમના પરિવારજનોએ લોહી આપનાર ભાઇઓનો આભાર માન્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar