Thu,21 November 2024,4:34 pm
Print
header

સુરતમાં SETJA ના યાર્ન અને જરી ટેક્સટાઇલ એક્સ્પો 2024 નું સફળ આયોજન, અનેક હસ્તીઓ રહી હાજર

સુરતઃ શહેરમાં 19 અને 20 મેના રોજ સિક્યોર એમ્બ્રોઇડરી થ્રેડ એન્ડ જરી એસોસિએશન (SETJA) દ્વારા બે દિવસીય યાર્ન એન્ડ જરી ટેક્સટાઇલ એક્સ્પો-2024 ન ચોથી આવૃત્તિનું આયોજન કરાયું હતું. આ ઇવેન્ટમાં દેશભરના રાજ્યોમાંથી 100 થી વધુ વેપારીઓએ ભાગ લીધો હતો, જેમાં પંજાબ, મહારાષ્ટ્ર, તમિલનાડુ સહિતના રાજ્યોનો સમાવેશ થાય છે.

ટેક્ષટાઈલ અને રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોષે એક્સ્પોનું ઉદ્રઘાટન કર્યું હતું. તેમણે આંતરરાષ્ટ્રીય બજારમાં જરીને સ્થાન આપવાની જરૂરિયાત પર ભાર મુકતા કાચા માલ તરીકે જરી માટે નવા ઉપયોગો શોધવાનું સૂચન કર્યું. તેમણે વેપારીઓને કોઈપણ વિકાસલક્ષી સમસ્યાઓના ઉકેલમાં સરકારના સમર્થનની ખાતરી આપી. જરદોષે કહ્યું કે મોદી સરકારનું વિઝન બજારનું વિસ્તરણ અને ભારતીય જરીને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત ઉત્પાદન બનાવવાનું છે.

બીજા દિવસે, પ્રસિદ્ધ સંત અને કોર્પોરેટ માર્ગદર્શક ડૉ.જ્ઞાનવત્સલ સ્વામીએ હાજર રહીને આશીર્વચન આપ્યાં હતા.તેમણે વ્યવસાયમાં એકતાની શક્તિ પર ભાર મૂક્યો,"એકતા એ સમૃદ્ધિ છે."તેમણે ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે સફળતા હાંસલ કરવા માટે સાથે મળીને કામ કરવા માટે પ્રોત્સાહિત કર્યાં હતા.સ્પષ્ટતા કરી હતી કે વ્યવસાયિક સફળતા માટે નૈતિક મૂલ્યો અને એકતા મહત્વપૂર્ણ સાધનો છે.

સુરતના બિનહરિફ જીતેલા સંસદ સભ્ય મુકેશ દલાલ, સુરતના મેયર દક્ષેશ માવાણી, રેપિયર જેક્વાર્ડ વીવર્સ એસોસિએશનના પ્રમુખ સી.કે. મણિયા, રેપિયર જેક્વાર્ડ વીવર્સ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ડો. હરેશ બલર, FOGWA ના પ્રેસિડેન્ટ અશોક જીરાવાલા, FOSTTA ના પ્રમુખ કૈલાશ હકીમ, અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પદાધિકારીઓએ હાજરી આપી હતી.

એક્સ્પોમાં લગભગ 37,000થી વધુ ખરીદદારો ઉમટી પડ્યાં હતા, જે જરી અને યાર્ન ઉત્પાદનોમાં નોંધપાત્ર રસ દર્શાવે છે. પ્રદર્શનના વિશેષ આકર્ષણોમાં ADLON ઇન્ડસ્ટ્રીના સ્થાપક મહેન્દ્ર ઝડફિયા દ્વારા વિકસિત બામ્બૂ યાર્ન જરી જેવી નવીન પ્રોડક્ટ્સ હતી. વ્યાપક સંશોધન પછી વાંસમાંથી બનાવેલ આ ઉત્પાદન આખા ભારતમાં એક નોંધપાત્ર શોધ છે. ઉપરાંત K-TEX જરી દ્વારા મલ્ટી જરીનું લોન્ચિંગ અન્ય એક વિશેષતા હતી.

SETJA ના પ્રમુખ દીપકભાઈ કુકડિયાએ વેપારના દુનિયાભરમાં વિકાસ માટે એસોસિએશનની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ઉચ્ચ ગુણવત્તાની જરી અને યાર્ન ઉત્પાદનો માટે સુરતને ઇન્ટરનેશનલ હબ બનાવવાનું વિઝન વ્યક્ત કર્યું હતું. કુકડિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 'મેક ઇન ઇન્ડિયા' પહેલને અનુરૂપ ચીન પર નિર્ભરતા ઘટાડવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. તેમણે સુરતના જરી ઉદ્યોગને વૈશ્વિક મંચ પર પુનઃસ્થાપિત કરવાના લક્ષ્યનો પુનરોચ્ચાર કર્યો હતો.

પ્રદર્શનની સફળતાનો શ્રેય તેના પ્રાયોજકોને પણ જાય છે જેમાં ટાઈટલ સ્પોન્સર તરીકે આરાધના જરીના સ્થાપક પરેશભાઈ લાઠીયા, ગોલ્ડ સ્પોન્સર તરીકે VPLUS ના માલિક વિકાસ શરાફ, અને શિવ હરી પ્રોસેસર્સ પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટર કપિલ ગોયાણીનો સક્રિય સહયોગ રહ્યો હતો. સુરતમાં ઈમિટેશન જરી ઉદ્યોગ એક નોંધપાત્ર ક્ષેત્ર છે, જેનો વાર્ષિક વેપાર આશરે રૂ. 1,500 કરોડ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch