Sat,16 November 2024,12:10 pm
Print
header

સુરતમાં માતા વિરહમાં પુત્રનો આપઘાત, સ્યૂસાઇડ નોટમાં શબ્દોની વેદના વાંચીને તમે પણ રડી પડશો- Gujarat Post

(માતાના વિરહમાં આપઘાત કરનારા પુત્રની ફાઈલ તસવીર)

સુરતઃ સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક પુત્રએ માતાના વિરહમાં આપઘાત કરી લીધો છે. આત્મહત્યા કરતા પહેલા 14 વર્ષીય વિદ્યાર્થીએ ચાર લાઇનની સ્યૂસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે અલગ રહેતી માતાને મળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.વિદ્યાર્થીના આપઘાત પાછળ માતાનો પ્રેમ મળતો ન હોવાનું અને તેને મળવાની ઈચ્છા હોવાનું સામે આવ્યું છે. દોઢ વર્ષ પહેલા સગીરની માતા કોઈ બાવા સાથે ચાલી નીકળી હતી.

ગળેફાંસો ખાઈને આપઘાત કરતા પહેલા સગીરે લખેલા શબ્દોમાં માતાને મળવાની વેદના ઘુમરાતી હોવાનું જણાવે છે. તેણે લખ્યું કે પપ્પા મારે મરવું ન હતું પરંતુ શું કરું. બાવાએ મને કીધું હતું કે તારા પપ્પાના ગયા પછી તારી મમ્મીને મળવું હોય તો તારા પપ્પાને કહેજે મને કંઇ ન કરે. પછી મેં વિચાર કર્યો કે મારે શું કરવું અને મેં વિચાર્યું કે આત્મહત્યા કરું.

ખોલવડમાં આવેલી ઓપેરા રોયલ સોસાયટીમાં રહેતા નરસિંહ ઓધવજીભાઈ વાહણકા રત્નકલાકાર તરીકે કામ કરે છે. તેના પત્ની 2020માં આંખની દવા લેવા અમરેલી જવાનું કહીને નીકળ્યાં બાદ પરત ફર્યાં ન હતા.પોલીસે પત્નીને શોધીને નિવેદન લેતાં તેણે એકલી રહેવા અને સંસારની મોહમાયામાં પડવું નથી તેમ કહી છૂટાછેડા લીધા હતા.જે બાદ તે ક્યાં છે તેની કોઈને ખબર નથી.તેને બે સંતાનો છે. જે પૈકી એક પુત્ર માતાના જતા રહ્યાં બાદ અવારનવાર યાદ કરતો હતો, ઉંઘમાં પણ ઝબકીને ઉભો થઈ જતો હતો, તે માતાને મળવા માંગતો હતો પણ મળી શકતો ન હતો, સતત તણાવમાં રહેતો હતો.તે એકલો ઘરે હતો ત્યારે ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું

સગીરના પિતાનો આરોપ છે કે બાવો મારા બાળકને ધમકી આપતો હતો. તેથી તેણે આ પગલું ભર્યું છે. હાલ પોલીસે નોટને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch