Sun,17 November 2024,5:00 pm
Print
header

સુરતઃ રૂપિયા 14 લાખની ઉઘરાણી મામલે વેપારીનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકોમાં છોડાવ્યાં

સુરત: શહેરના સલાબતપુરાના કાપડના વેપારીનું અપહરણ કરવામાં આવતા ચકચાર મચી હતી, વેલ્વેટનું કાપડ ઉધારમાં ખરીદી કરીને જોબવર્ક કરવા આપ્યું હતું.  પરંતુ ઉઘરાણીનાં 14 લાખ રૂપિયા ન આપી શકતા વેપારીનું અપહરણ કરાયું હતું. પરંતુ  પોલીસે ગણતરીના કલાકોમાં જ વેપારીને છોડાવીને 8 આરોપીની ઝડપી લીધા છે. આ આરોપીઓએ વેપારીનું કતારગામથી  અપહરણ કરીને સલાબતપુરા વિસ્તારમાં ગોંધી રાખ્યો હતો.

અમરોલી સાયણ રોડ રામ ચોકડીની બાજુમાં સૃષ્ટિ રેસિડેન્સીમાં રહેતો આયુષ રણછોડ લોડલીયા તેના કુટુંબી ભાઇ આનંદની રિંગરોડ કોહીનુર ટેક્ષટાઇલ માર્કેટના ગેલેક્સી હાઉસમાં ચણીયાચોળીના મેન્યુફેક્યરીંગની ઓફીસમાં નોકરી કરે છે. મહિના પહેલા આનંદ લોડલીયાએ જાફર સિદિક ગોડલી પાસેથી રૂ.4 લાખનું વેલવેટ કાપડ લીધું હતું જેનું પેમેન્ટ 15 દિવસમાં ચુકવી દેવાનું નક્કી કર્યું હતું.બીજી તરફ આ કાપડ ઉપર જોબવર્ક કરવા માટે રાહુલ વસોયાને આપતા તેનું રૂ.2 લાખનું બીલ થયું હતું. તે રકમ બે મહિનામાં ચુકવવાનું નક્કી કર્યું હતું. તેમજ આરીફ અન્સારી મલીક તથા ભુમીત રમેશ કળસરીયા પાસેથી રૂ.8 લાખના ચણીયાચોળી બે મહિનાના વાયદે ખરીદ્યા હતા.આમ રૂપિયા 14 લાખનું પેમેન્ટ પૈકી આનંદ લોડલીયાએ રાહુલ વસોયાને જોબવર્કના રૂ.50 હજાર ચુકવી દીધા હતા. રૂપિયાની લેતીદેતીમાં ગત રાત્રે આનંદ અને તેના ભાઇ આશીષનું કતારગામ પાસેથી આરીફ મલીક સહિત ચાર શખ્સો મોટર સાઇકલ ઉપર અપહરણ કરી ગયા હતા.

જો કે આશિષ કતારગામ આશ્રમ પાસેથી અપહરણ કારોના હાથમાંથી છટકી ગયો હતો. આનંદ લોડલીને સલાબતપુરા ખાતે આવેલા આરીફના ગોડાઉનમાં ગોંધી દેવાયો હતો.આનંદ લોડલીયાએ આશીષને ફોન કરતા આશીષે કતારગામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી અપહ્યત યુવકને મુક્ત કરાવી 8 આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch