Thu,21 November 2024,4:13 pm
Print
header

સુરતઃ કુરિયર કંપનીમાંથી રૂ. 34 લાખનો સામાન ચોરીને પછી લગાવી આગ, ત્રણ કર્મચારીઓની ધરપકડ

સુરતઃ શહેરમાંથી ચોરીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં બ્લુ ડાર્ટ કુરિયરના કર્મચારીઓએ રૂ.34.63 લાખનો સામાન ચોરી કરીને ઓફિસમાં આગ લગાવી દીધી હતી. આ પછી તેમને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે અચાનક આગ લાગવાથી લાખો રૂપિયાનો સામાન બળીને રાખ થઈ ગયો હતો. પોલીસે આ મામલે તપાસ કરી તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ કેસમાં પોલીસે ત્રણ કંપનીઓના કર્મચારીઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી.

આરોપીઓની ઓળખ ગોપાલ વાસુદેવરાવ બનિશેટ્ટી, બદરુ ભાઈ બોખાડ અને જાવેદ મોહમ્મદ અલી સૈયદ તરીકે થઈ છે. ત્રણેય રિદ્ધિ સિદ્ધિ ઈન્ડસ્ટ્રીયલ સોસાયટીમાં આવેલી બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસ કંપનીમાં અલગ-અલગ પોસ્ટ પર હતા. ગોપાલ વાસુદેવરાવ બનિશેટ્ટી કંપનીના સિક્યોરિટી સુપરવાઈઝર છે, બદરુ બોખાડ બે દિવસ પહેલા જ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરવા આવ્યો હતો. ત્રીજો આરોપી જાવેદ મોહમ્મદ અલી સૈયદ કંપનીમાં કામ કરતો હતો.

ઓફિસમાં ચોરી બાદ આગ ફાટી નીકળી હતી

પોલીસે જણાવ્યું કે આ ત્રણે 3 જૂન, 2024ના રોજ બપોરે લગભગ 3 વાગ્યે બ્લુ ડાર્ટ એક્સપ્રેસ લિમિટેડ નામની કુરિયર કંપનીની ઓફિસમાંથી 34 લાખ 63 હજાર 526 રૂપિયાના સામાનની ચોરી કરી હતી અને પોતાનો ગુનો છુપાવવા માટે તેઓએ કંપનીને આગ લગાવી દીધી હતી.

પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી

તેમની પાસેથી ચોરીનો માલ મળી આવ્યો હતો. જેમાં 8 લાખ 25 હજાર રોકડા, 26 લાખ 90 હજારની કિંમતના 40 મોબાઈલ ફોન અને એક લેપટોપ પોલીસે કબ્જે કર્યું હતું. પોલીસે આ ત્રણેય સામે 457, 380, 436 સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch