Sat,16 November 2024,8:10 am
Print
header

મોરબીમાં ધોળા દિવસે આંગડિયા પેઢીના સંચાલકને લૂંટ્યો, 1.20 કરોડ રૂપિયા લૂંટીને બુકાનીધારીઓ ફરાર- Gujarat Post

મોરબીઃ સવારે સાડા સાત વાગ્યાની આસપાસમાં વીપી આંગડીયા પેઢીના સંચાલકને દલવાડી સર્કલ પાસે લૂંટી લેવાયો છે.ખાનગી ટ્રાવેલ્સમાં રૂપિયાનું પાર્સલ લેવા ગયા હતા. પાર્સલ લઇને કાર સુધી પહોંચે તે પહેલા જ કારમાં આવેલા ચાર લૂંટારૂઓએ હુમલો કરીને રૂ. 1.20 કરોડની લૂંટ ચલાવી હતી, આ લૂંટની ઘટનાને લઈને મોરબી પોલીસે સઘન નાકાબંધી કરીને મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લૂંટારૂઓ વિરૂધ્ધ ફરિયાદ નોંધી છે. 

મોરબીની વીપી આંગડીયા પેઢીના સંચાલક મનિષ પટેલ સવારે રાજકોટ તરફથી આવતી ખાનગી ટ્રાવેલ્સની બસમાંથી પોતાનું રૂપિયાનું પાર્સલ લેવા દલવાડી સર્કલ પાસે પહોંચ્યા હતા. તેમને બસમાંથી રૂ. 1.20 કરોડનું પાર્સલ લઈને જતા હતા. તે સમયે નંબર પ્લેટ વગરની કારમાં ધસી આવેલા ચાર શખ્સો તેમના પર હુમલો કરીને પાર્સલ લૂંટને રાજકોટ તરફ ભાગી ગયા હતા.

આંગડીયા પેઢીના સંચાલક મનિષ પટેલે આ મામલે પોલીસને જાણ કરતા ઉચ્ચ પોલીસ અધિકારી સહિતની ટીમ બનાવના સ્થળે આવી પહોંચી હતી.મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ભોગ બનેલા આંગડીયા પેઢીના સંચાલકની ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે. આ લૂંટની ઘટનામાં જાણભેદુ શખ્સોની સંડોવણી હોવાની આશંકા છે. મોરબી પોલીસે ચારેબાજુ નાકાબંધી કરીને તપાસ તેજ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch