Mon,18 November 2024,5:48 am
Print
header

એન્ટિલિયા વિસ્ફોટક કેસમાં CCTVમાં સ્કોર્પિયો પાસે દેખાયો PPE કિટ પહેરેલો શંકાસ્પદ વ્યક્તિ

મુંબઈ: ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર વિસ્ફોટકો ભરેલી એક સ્કોર્પિયો કાર મળી હતી. મહારાષ્ટ્રમાં એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ આ કેસની તપાસમાં જોડાયેલી છે. મુંબઈ પોલીસની ટીમ પણ 2000થી વધારે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ આગળ વધારી રહી છે. દરમિયાન પોલીસને આ કેસ સાથે જોડાયેલા એક નવો સીસીટીવી વીડિયો મળ્યો છે. તેમાં એક શંકાસ્પદ વ્યક્તિ PPE કિટ પહેરીને ઘટના સ્થળની પાસેથી પસાર થતો જોવા મળી રહ્યો છે.

પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે, શું ઓળખ છુપાવવાના બહાને આ વ્યક્તિએ જાણી જોઈએ પીપીઈ કિટ પહેરી હતી. આ પહેલાં જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા તેમાં એક સ્કોર્પિયો કાર અને ઈનોવા કાર જોવા મળી હતી. એક થિયરી એવી પણ સામે આવી છે કે પીપીઈ કિટ પહેરનાર વ્યક્તિ કાર ડ્રાઈવર પણ હોઈ શકે છે. ઓળખ છુપાવવા માટે તેણે પીપીઈ કીટનો ઉપયોગ કરવો જોઈએ. આ ઈનોવા બે વાર મુંબઈમાં સ્કોર્પિયોની પાછળ જોવા મળી છે.

મુંબઈ એટીએસને મળેલા સીસીટીવી ફૂટેજથી મહત્વના પુરાવા મળ્યાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે આ તે જ ઈનોવા કારનો ડ્રાઈવર હોઈ શકે છે જે ઓછામાં ઓછી બે વાર એન્ટિલિયાની આસપાસ જોવા મળી હતી. આ વ્યક્તિએ ઓળખ છુપાવવા માટે પીપીઈ કિટ પહેરેલી હતી. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર સ્કોર્પિયોમાં જિલેટિન સ્ટીક મળવાના કેસની NIA એજન્સી પણ તપાસ કરી રહી છે. આ મામલે મહારાષ્ટ્ર એટીએસ પણ તપાસ કરી રહી છે. સ્કોર્પિયો માલિક મનસુખ હિરેનની મોતના મુદ્દે રવિવારે મહારાષ્ટ્ર એટીએસે એક ફરિયાદ નોંધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch