Fri,15 November 2024,12:03 pm
Print
header

આ દુ:ખ તમને રડાવી દેશે, સિરીયામાં બચી ગયેલો વ્યક્તિ પરિવારની 25 લાશોને ભેટીને રડી રહ્યો હતો

સીરિયામાં ભૂકંપ બાદ સામે આવ્યું આવું ભયાનક દ્રશ્ય

(Photo AFP)

સીરિયાઃ તુર્કી-સીરિયામાં ભૂકંપે 15 હજારથી વધુ લોકોનાં જીવ લઇ લીધા છે, ધીમે ધીમે અહીંની સ્થિતિ વિશ્વ સમક્ષ આવી રહી છે. ભૂકંપને કારણે સ્કૂલો-કોલેજોને શેલ્ટર હોમમાં ફેરવી દેવામાં આવ્યાં છે. આવા જ એક શેલ્ટર હોમમાં ભયનાક દ્રશ્ય સામે આવ્યું છે. શેલ્ટર હોમના રૂમમાં 25 મૃતદેહો રાખવામાં આવ્યાં હતા, આ લાશોના ઢગલા વચ્ચે એક જીવતો વ્યક્તિ ઉભો છે. તે વારાફરતી મૃતદેહો પાસે જઈને રડી રહ્યો છે. તે જોરથી એક વ્યક્તિનું નામ પોકારીને રડવા લાગે છે. અહમદ ઈદરીસ નામનો આ વ્યક્તિ સીરિયાના સરાકિબ શહેરનો છે. ભૂકંપને કારણે તેના પરિવારના 25 લોકોનાં મોત થયા છે.

તેણે એક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતાં કહ્યું, મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે તેના પરિવાર માટે ભૂકંપ દર્દનાર યાદ લઈને આવ્યો છે. સીરિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે તેઓ સરાકિબ પહોંચ્યાં હતા.બાળકો અને પોતાની માટે સુરક્ષિત શેલ્ટર શોધી શકાય તે માટે અહીં આવ્યાં હતા, પરંતુ કુદરતને કઈંક અલગ જ મંજૂર હતું. ભૂકંપમાં તેના પરિવારના મોટાભાગના લોકો માર્યાં ગયા છે.

પોતાના મૃત પૌત્રને ભેટીને તે કહે છે તેં મારું દિલ દુખાવ્યું. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે આમ થશે. મેં મારી પુત્રી ગુમાવી, બે પૌત્રો. જમાઈનો પરિવાર પણ માર્યો ગયો. મારા મોટા પરિવારના મોટાભાગના સભ્યો આ દુનિયામાં રહ્યાં નથી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch