Thu,31 October 2024,9:41 am
Print
header

મોરબી પુલ દુર્ઘટના પર PM મોદીને બદનામ કરવાના આરોપમાં TMC પ્રવક્તા સાકેત ગોખલેની જયપુરથી ધરપકડ

અમદાવાદઃ તૃણમૂલ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને મમતા બેનર્જીના નજીકના સાકેત ગોખલેની ગુજરાત પોલીસે સોમવારે મોડી રાત્રે રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ગોખલે પર મોરબીની ઘટના અંગે વડાપ્રધાન મોદી વિશે ખોટા સમાચાર ફેલાવવાનો આરોપ છે. ધરપકડની માહિતી તેમના પક્ષના સાથી અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓ બ્રાયન દ્વારા આપવામાં આવી હતી.

ઓ'બ્રાયને ટ્વિટ કર્યું કે ટીએમસીના રાષ્ટ્રીય પ્રવક્તા સાકેત ગોખલેની ગુજરાત પોલીસે જયપુર એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. સોમવારે સાકેતે 9 વાગ્યે નવી દિલ્હીથી જયપુર જવા માટે ફ્લાઈટ લીધી હતી. જ્યારે તે ઉતર્યા ત્યારે ગુજરાત પોલીસ જયપુર એરપોર્ટ પર તેની રાહ જોઈ રહી હતી અને તેની ધરપકડ કરી હતી.

ઓ'બ્રાયનના જણાવ્યાં અનુસાર, તેની ધરપકડ બાદ ગોખલેએ તેની માતાને ફોન કર્યો અને કહ્યું કે ગુજરાત પોલીસ તેને અમદાવાદ લઈ જઈ રહી છે અને તે આજે બપોર સુધીમાં અમદાવાદ પહોંચી જશે. પોલીસે તેને માત્ર બે મિનિટનો ફોન કોલ કરવાની મંજૂરી આપી હતી અને પછી તેના મોબાઇલ સહિતનો સામાન જપ્ત કર્યો હતો.

1 ડિસેમ્બર, 2022 ના રોજ, ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેએ દાવો કર્યો હતો કે પુલ તૂટી પડવાની ઘટના પછી પીએમ મોદીની ગુજરાતમાં મોરબીની મુલાકાત માટે માત્ર થોડા કલાકો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે આ મામલે કેસ નોંધ્યો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch