Sat,16 November 2024,3:28 pm
Print
header

ઉમેદવારો માટે મહત્વના સમાચાર, તલાટી કમ મંત્રીની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદ્દતમાં 2 દિવસનો વધારો- Gujarat post

સર્વર ડાઉન હોવાને કારણે ફોર્મ ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે 

21 ફેબ્રુઆરી સુધીમાં ફી ભરી શકાશે 

ગાંધીનગરઃ રાજ્યમાં તલાટી કમ મંત્રીની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખમાં રાજ્ય સરકારે બે દિવસ વધાર્યાં છે. સર્વર ડાઉન હોવાને કારણે ઉમેદવારોએ ફોર્મ ભરવામાં મુશ્કેલી પડી રહી હતી. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ફેબ્રુઆરી હતી જે લંબાવીને 17 ફેબ્રુઆરી કરાઇ છે, ફોર્મ ભરવાની મુદ્દતમાં બે દિવસનો વધારો કરવામાં આવ્યો છે. જેથી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે અને 21 તારીખ સુધી ફી ભરવામાં આવશે.

રાજ્યમાં પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 28 જાન્યુઆરીથી તલાટી કમ મંત્રીની પરીક્ષાના ફોર્મ ભરવાની શરૂઆત થઇ હતી. ભરતી અંગેના ફોર્મ  https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાય છે.

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યા પર સીધી ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. ઉમેદવારોએ વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની છે.ઓનલાઈન અરજી કરવામાં છેલ્લા ઘણા સમયથી સર્વર ડાઉન હોવાને કારણે ઉમેદવારોને ફોર્મ ભરવામાં મુશ્કેલી પડતી હોવાથી સરકારે આ નિર્ણય લીધો છે.

સંબધિત સંવર્ગોની સીધી ભરતીની જગ્યા માટેની વિગતવાર જાહેરાત જેમાં વયમર્યાદા, શૈક્ષણિક લાયકાત, ઓનલાઇન અરજી કરવાની રીત, ફી ભરવાની રીત તથા કુલ કક્ષાવાર જગ્યાઓ પૈકી દિવ્યાંગ ઉમેદવારો, માજી સૈનિક તથા મહિલાઓ માટે અનામત જગ્યાની વિગતો તેમજ અન્ય વિગતવાર જોગવાઇઓ- માહિતી- સુચના - શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત મંડળના નોટીસ બોર્ડ ઉપર તેમજ મંડળની વેબસાઇટ https://gpssb.gujarat.gov.in પર મુકવામાં આવેલ છે. ત્યારે હવે મત્રી બ્રિજેશ મેરજાએ લાખો ઉમેદવારોના હિતમાં પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch