Sat,16 November 2024,4:04 am
Print
header

સૌથી મોટા સમાચાર, ગુજરાત સરકારે તાપી-પાર લિંક યોજના કરી રદ્દ- Gujarat post

આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા

કોંગ્રેસે આ મુદ્દાને આદિવાસીઓ સાથે જોડ્યો અને આંદોલન કર્યાં

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા તાપી-પાર લિંક યોજના (Tapi Par Link Project) રદ્દ કરી નાખી છે. પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ જાહેરાત કરી છે. આદિવાસીઓ તાપી-પાર લિંક યોજનાનો સતત વિરોધ કરી રહ્યાં હતા. વિધાનસભા ચૂંટણી આવી રહી છે, ત્યારે આદિવાસીઓના રોષનો ભોગ ન બનવું પડે તે માટે ભાજપ સરકારે આ નિર્ણય લીધો છે.

તાપી-પાર લિંક યોજના અંતર્ગત નદીઓનું પાણી દરિયામાં વહી જતું રોકવા દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, પાર અને દમણગંગા નદીને જોડાણ કરવામાં આવનાર હતી. આ નદીઓ પર 7 ડેમ બનાવવામાં આવનારા હતા. 7 ડેમમાં ડાંગ જિલ્લાના ચિકાર ડેમ, પાર નદી પર ઝરી ડેમ, અંબિકા નદી પર ચિકારા, દાબદર ડેમ, પૂર્ણા નદી પર કેલવણ ડેમ બનાવવામાં આવનારા હતા. 7 ડેમ દ્વારા એકત્ર થયેલા પાણીને દરિયામાં વહી જતું રોકીને ઉત્તર ગુજરાતમાં પાણીની અછત વાળા વિસ્તારોમાં લઇ જવાનો પ્રોજેક્ટ હતો. ડેમ  માટે જમીન સંપાદન કરવાની હતી. વૃક્ષો પણ કાપવાના હતા. જેનો આદિવાસીઓ વિરોધ કરી રહ્યાં હતા. કોંગ્રેસે આ મુદ્દાને આદિવાસીઓ સાથે જોડ્યો અને આંદોલન કર્યું, આદિવાસીઓ સરકારનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં હતા. જેથી ભાજપે હવે આ યોજના રદ્ કરવી પડી છે.જો કે ચૂંટણી પછી સમીકરણો બદલાઇ શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch