Sun,17 November 2024,7:03 am
Print
header

રતન ટાટાએ કહ્યું Wel Come Back, Air India, 18 હજાર કરોડ રૂપિયામાં એરલાઇન્સ હવે ટાટાની થઇ

મુંબઇઃ 68 વર્ષ પછી ટાટા સન્સ એર ઇન્ડિયાના નવા માલિક હશે. ટાટાએ એર ઈન્ડિયા માટે 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. મીડિયાને સંબોધતા, રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (ડીઆઈપીએએમ)ના સચિવ તુહિનકાંત પાંડેએ જણાવ્યું કે, ટાટા સન્સે 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી બાજી મારી લીધી છે. ટાટા સન્સ એર ઇન્ડિયા અને તેના બીજા વેન્ચર એર ઇન્ડિયા એક્સપ્રેસમાં 100 ટકા હિસ્સો ધરાવશે, જ્યારે ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપની એર ઇન્ડિયા એસએટીએસ એરપોર્ટ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડમાં પણ 50 ટકા ભાગ હશે.

ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ એન્ડ મેનેજમેન્ટના સચિવે જણાવ્યું હતું કે, ટાટાની 18,000 કરોડની સફળ બોલીમાં ટાટા સન્સ એર ઇન્ડિયાનું 15,300 કરોડનું દેવું ચૂકવશે, બાકીના 2700 કરોડની રોકડ ચુકવણી સરકારને કરવામાં આવશે. ટાટા સન્સે એર ઇન્ડિયા માટે 18,000 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ રેસમાં સામેલ અજય સિંહના સંગઠને 15,100 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. આ રીતે ટાટા સન્સે એર ઇન્ડિયાની માલિકીની બોલી રૂ. 2,900 કરોડથી વધુના માર્જિનથી જીતી.

ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાએ પોતાના ટ્વિટમાં એર ઈન્ડિયાની બીડમાં ટાટા ગ્રુપને વિનર થવાને મોટા સમાચાર ગણાવ્યા. તેમણે કહ્યું કે એર ઈન્ડિયાને નવેસરથી ઉભી કરવામાં ખૂબ જ મહેનત લાગશે. તેનાથી એવિએશન ઈન્ડસ્ટ્રીમાં ટાટા ગ્રુપને મોટા કારોબારી થવાની તક મળશે. રતન ટાટાએ કેટલાક ઉદ્યોગોને પ્રાઈવેટ સેકટર માટે ખોલવાની નીતિ માટે સરકારની પ્રશંસા કરી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch