Sat,21 September 2024,8:12 am
Print
header

તથ્ય પટેલ સામે કાયદાનો સકંજો, 7 દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ રજૂ કરતી પોલીસ

અમદાવાદઃ ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કારથી અકસ્માત કરીને 9 લોકોના જીવ લઇ લેનારા આરોપી તથ્ય પટેલ સામે પોલીસે 7 જ દિવસમાં 1684 પાનાની ચાર્જશીટ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરી દીધી છે.જેમાં હવે તથ્ય સામે કાયદાનો સકંજો કસાયો છે, પોલીસે આ ચાર્જશીટમાં 50 લોકોની જુબાની પણ બતાવી છે.

આરોપી તથ્ય સામે મનુષ્ય વધની આઈપીસીની કલમ 308 લગાવવામાં આવી છે અને તેને કડકમાં કડક સજા મળે તેવી માંગ કરાઇ છે.પોલીસે ચાર્જશીટમાં સીસીટીવીના ફૂટેજ, તથ્યનો DNA રિપોર્ટ, યુકેથી મંગાવેલો જેગુઆર કારનો રિપોર્ટ, FSL રિપોર્ટ સહિતના અનેક પુરાવા કોર્ટ સમક્ષ મુક્યાં છે.

પોલીસે ચાર્જશીટમાં દર્શાવ્યું છે કે તથ્ય પટેલે 143 કિ.મીની ઝડપથી જેગુઆર ચલાવી હતી અને 9 લોકોના જીવ લઇ લીધા હતા.તેને અકસ્માત બાદ ઝડપથી કારની બ્રેક પણ મારી ન હતી.

અમદાવાદના ઇન્ચાર્જ સીપી પ્રેમવીરસિંહે જણાવ્યું કે તથ્ય પટેલ સામે જુદી જુદી 8 કલમો લગાડી છે અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને પણ આરોપી બનાવાયા છે. મૃતકોના પરિવારોના નિવેદનો અને તેમના ડેડ સર્ટિફિકેટ સહિત અનેક પુરાવા કોર્ટમાં રજૂ કરાયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch