Sat,21 September 2024,8:13 am
Print
header

નવો એક વીડિયો, તથ્ય સાથે રહેલી યુવતીઓ કરી રહી છે આવી હરકત- Gujarat Post

અમદાવાદઃ બે દિવસ પહેલા ઈસ્કોન બ્રિજ પર વહેલી સવારે ભયાનક અકસ્માત થયો હતો, જેમાં પોલીસકર્મી અને હોમગાર્ડ સહિત 9 લોકોનાં મોત થયા હતા, ત્યારે આ કેસમાં આરોપી તથ્ય પટેલની ધરપકડ કરીને તેના સોમવાર 4 વાગ્યા સુધીના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં છે, આ સાથે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગઈકાલે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઘટના સ્થળે સમગ્ર ઘટનાનું FSL અને પોલીસ ટીમે ફરી એકવાર રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

તથ્યનો આલ્કોહોલ રિપોર્ટ નેગેટિવ આવ્યો 

યુવતીએ કહ્યું હતુ કાર ધીમી ચલાવ પરંતુ તથ્ય માન્યો નહીં 

તથ્યનો વીડિયો બહાર આવ્યા બાદ આજે તેના મિત્રોનો વીડિયો બહાર આવ્યો છે. વીડિયોમાં છોકરીઓ વેપ મારતી નજરે પડે છે. તથ્ય પટેલ સાથે તેના પાંચ મિત્રો ગાડીમાં હતા. જેમાં ત્રણ છોકરીઓ શ્રેયા,ધ્વનિ અને માલવિકા પટેલ હતી.

અમદાવાદ ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસની તપાસ કરવા માટે એક તપાસ કમિટીની રચના કરવામા આવી છે,જેમા ટ્રાફિક DCP નીતા દેસાઈ, ટ્રાફિક ACP એસ.જે મોદીનો કમિટીમાં સમાવેશ કર્યો છે. આ સાથે SG-1 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI અપૂર્વ પટેલ, SG-2 ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI વી.બી.દેસાઈ, A ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI પી.બી.ઝાલા, N ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI કે.પી.સાગઠીયા અને M ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એચ.જી.કટારીયાનો કમિટીમાં સમાવેશ કરાયો છે.

કારમાં આ બધા બેફામ દેખાઇ રહ્યાં છે અને ગંદી હરકતો પણ કરી રહ્યાં છે, ત્યારે આ વીડિયો આવ્યાં બાદ લોકોનો આ નબીરાઓ અને તેમના વાલીઓ સામે રોષ વધી રહ્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch