Mon,18 November 2024,12:05 am
Print
header

શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણ કરવા આદેશ, શિક્ષક મંડળનો વિરોધ

અમદાવાદ: શિક્ષકોએ હવે વિદ્યાર્થીઓ માટે અનાજની કૂપનો તૈયાર કરીને વાલીઓને અનાજ આપવા હાજર રહેવું પડશે. શિક્ષક મંડળ દ્વારા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શિક્ષકોને કોરોનામાં હેલ્પ ડેસ્ક ડ્યુટી, વેક્સિન સર્વે, કોરોનાના લક્ષણ અંગે સર્વે વગેરે કામગીરી સોંપવામાં આવ્યાં બાદ હવે શિક્ષકોને રેશનિંગની દુકાને અનાજ વિતરણમાં પણ હાજર રહેવા આદેશ કરવામાં આવતા શિક્ષક મંડળ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

હાલ કોરોના મહામારીને કારણે શાળાઓ બંધ છે જેથી મ્યુનિસપિલ સ્કૂલોમાં મધ્યાહન ભોજન બંધ છે તે માટે વિદ્યાર્થીઓ માટે અનાજની કુપનો તૈયાર કરવામાં આવી છે કુપન પ્રમાણે નક્કી કરેલ અનાજની દુકાન પરથી વિદ્યાર્થીના વાલીઓને અનાજ આપવાનું રહેશે તે માટે દરેક સસ્તા અનાજની દુકાન પર એક શિક્ષકે હાજર રહેવું પડશે.વિદ્યાર્થીઓને આપવામાં આવેલ અનાજની કુપન પરત લેવાની રહેશે અને તેમને અનાજ આપવામાં આવશે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પરિપત્રનો મ્યુનિ સ્કૂલ બોર્ડના શિક્ષક મંડળે વિરોધ કર્યો છે. હાલ વેકેશન ચાલી રહ્યું છે જેથી હાલ પૂરતું અનાજ વિતરણ કરવાની કામગીરી બંધ રાખવામાં આવે અને સ્કૂલો શરૂ થાય ત્યારે અનાજ આપવામાં આવે તેવી માંગણી કરી છે. મ્યુનિ. સ્કૂલ બોર્ડના શિક્ષકો અન્ય કામગીરી પણ કરે છે જેથી હાલ વેકેશન દરમિયાન કામગીરી ના સોંપવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch