Sat,16 November 2024,8:14 am
Print
header

અમરેલીઃ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને પ્રેમીએ રાત્રે ખેતરમાં બોલાવી અને પછી.. Gujarat Post

(demo pic)

પ્રેમિકાને ખેતરમાં મળવા બોલાવી અને એક યુવાનને ધ્યાન રાખવા ઉભો રાખ્યો હતો​ 

સગીરાએ ઘરે જવાના બદલે પ્રેમી સાથે જઈશ તેમ કહેતાં તેણે કહ્યું કે, હું તને અપનાવીશ નહીં, માત્ર ટાઈમપાસ કરું છું, તારે મરવું હોય તો મર, જે કરવું હોય તે કર પણ તને નહીં રાખું 

અમરેલીઃ મોણપુર ગામમાં રહેતી સગીરાને તેના જ ગામના યુવકે પ્રેમજાળમાં ફસાવીને લગ્ન કરવાની ના પાડી દીધી છે. સગીરાને યુવકે કહ્યું કે હું તો ટાઈમ પાસ કરતો હતો અને તારે કરવું હોય તે કર તેમ કહેતા લાગી આવ્યું હતું. પ્રેમી માટે રાત્રે ઘર છોડનારી સગીરાને પ્રેમી તરછોડીને જતા રહેતા લાગી આવતા ગળાફાંસો ખાઈ લીધો હતો. આ બનાવ અંગે સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ કરી છે.

સગીરાના પિતાએ પોલીસને જણાવ્યું, તેમની પુત્રીને પાર્થ નામના યુવાને ચાર દિવસ પહેલા રાત્રિના સમયે ગેરલાભ લેવાના ઈરાદે ખેતરમાં બોલાવી હતી. તેણે પ્રકાશ નામના યુવાનને ધ્યાન રાખવા ઉભો રાખ્યો હતો.આ સમયે ત્યાંથી એક બહેન નીકળતાં તેમણે સગીરાને ઘરે જવા કહ્યું હતું.પરંતુ  સગીરાએ ઘરે જવાને બદલે પ્રેમી સાથે જઈશ તેમ કહેતાં તેણે કહ્યું કે હું તને અપનાવીશ નહીં, માત્ર ટાઈમપાસ કરું છું, તારે મરવું હોય તો મર, જે કરવું હોય તે કર પણ તને નહીં રાખું આમ કહી તરછોડી જતો રહ્યો હતો.

પછીથી તરૂણીએ ઘરે પરત ફરીને ગળા ફાંસો ખાઈ લીધો હતો. કિશોરીને મરવા મજબૂર કરવા બદલ તેના પિતાએ નોંધાવેલી ફરિયાદને આધારે પાર્થ જેઠાભાઈ ભેડા, જેઠા રામભાઈ ભેડા તથા પ્રકાશ હરસુરભાઈ ભેડા સામે તપાસ શરૂ કરવામાં આવી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch