Fri,01 November 2024,11:05 am
Print
header

યાત્રાધામ સોમનાથ-અંબાજીમાં કોંગ્રેસ તો ડાકોર, પાવાગઢ, ચોટીલા અને બેચરાજીમાં ભાજપનો વિજય

(file photo)

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભાજપે 156 બેઠકો જીતી ઈતિહાસ રચ્યો છે. ગુજરાતના જાણીતા મુખ્ય ધાર્મિક તીર્થ સ્થળોમાં સોમનાથ અને દાંતા-અંબાજીમાં કોંગ્રેસને સફળતા મળી છે.થોડા સમય  પહેલા જ સોમનાથ મંદિરની મોદીએ મુલાકાત કરી હતી. બેચરાજી, દ્વારકા, ડાકોર, પાવાગઢ અને પાલિતાણા તીર્થ સ્થળોની બેઠકોને ભાજપે જીતી લીધી છે. ભાજપે આ વખતે ધર્મ ગુરુઓ તથા ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા ઉમેદવારોની પસંદગી કરી હતી. ગઢડાથી શંભુપ્રસાદ ટુંડિયા અને જંબુસરથી દેવકિશોરદાસજી સ્વામી, રાજકોટ દક્ષિણથી ખોડલધામ સાથે સંકળાયેલા રમેશ ટીલાળાને ટિકિટ આપી હતી. આ ત્રણેયની જીત થઇ છે.

સોમનાથ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના વિમલ ચુડાસમાએ માત્ર 922 મતોથી ભાજપના માનસિંગ પરમારને હરાવ્યાં છે.  શક્તિપીઠ અંબાજીમાં કોંગ્રેસના કાંતિ ખરાડીનો 6327 મતથી વિજય થયો છે. ચોટીલામાં ભાજપના શામજીભાઈ ચૌહાણ 25642 મતથી જીત્યા છે. દ્વારકામાં ફરી એક વખત પબુભા માણેકનો જાદુ ચાલ્યો છે અને મુળુભાઈ આહિરને 5327 મતોથી હરાવ્યાં છે. બેચરાજી બેઠક ભાજપે કોંગ્રેસ પાસેથી આંચકી લીધી છે. ભાજપના સુખાજી ઠાકોરે કોંગ્રેસના ઉમેદવારને 11,286 મતોથી હરાવ્યાં છે. ઠાસરા બેઠક અંતર્ગત આવતાં કૃષ્ણધામ ડાકોરમાં આ વખતે ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડ્યું છે. ભાજપના ઉમેદવારે કોંગ્રેસના ઉમેદવારને 61919 મતથી હાર આપી છે. હાલોલ બેઠક અંતર્ગત આવતા પાવાગઢમાં ભાજપના જયદ્રથસિંહ પરમારનો વિજય થયો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch